December 4, 2024

શિયાળાની ઠંડીમાં બનાવો ગરમાવો દેતી લીલી હળદરનું શાક, આ રહી ઈઝી રેસીપી

Lili Haldar Nu Shaak Recipe In Gujarati: ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે. ઠંડીમાં બનાવી શકો તેવા શાકની રેસીપી લઈને અમે લાવી રહ્યા છીએ. આજના દિવસે આપણે લીલી હળદરના શાકની રેસીપી લઈને આવ્યા છે. આવો જાણીએ કે હળદરનું શાક કેવી રીતે બનાવશો. આ શાક એવું બનશે કે વારંવાર તમને ખાવનું મન થશે.

લીલી હળદરનું શાક બનાવવાની સામગ્રી
200 ગ્રામ લીલી હળદર, લીલી ડુંગળી, લીલા વટાણા, ઘી, કાશ્મિરી મરચું પાવડર, હળદર, જીરું, કોથમરી, ધાણાજીરું પાવડર, લસણ, આદુ, લીલા મરચા.

આ પણ વાંચો: ભૂપેન્દ્ર પટેલની રાજ્યના ખેડૂતોને મોટી ભેટ, જમીન ખરીદવામાં નહીં થાય હવે મુશ્કેલી

લીલી હળદરનું શાક બનાવવાની રીત
એક કઢાઈમાં એક નાનો વાટકો ઘી લેવાનું રહેશે. હવે તમારે તેમાં ખમણેલી લીલી હળદર ઉમેરવાનું રહેશે. આ પછી તમારે તેને 5 મિનિટ સાતળવાનું રહેશે. હવે તમારે તેમાં આદુ-મરચા- લસણની પેસ્ટ ઉમેરવાની રહેશે. હવે તેમાં લીલી ડુંગળી નાંખો. સ્વાદ પ્રમાણે મીઠું નાંખો. આ પછી તમારે તેમાં ધાણાજીરું ઉમેરવાનું રહેશે. હવે બાફેલા લીલા વટાણા ઉમેરી બે મિનિટ સાતળો. આ પછી તમારે તેમાં ઘી અને જીરુનો વઘાર કરવાનો રહેશે. ઉપરથી તમારે તેમાં કોથમરી નાંખવાની રહેશે. તૈયાર છે તમારું લીલી હળદરનું શાક.