T20 પછી ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે રવિન્દ્ર જાડેજા?
Ravindra Jadeja: બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં ઓસ્ટ્રેલિયાના હાથે હાર બાદ ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓનું સ્થાન અનિશ્ચિત જોવા મળી રહ્યું છે. જેમાં રોહિતથી લઈને વિરાટનું નામ સામેલ છે. આ વચ્ચે હવે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જે બાદ તમામ ચાહકો ચોંકી ગયા હતા. જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આવો જાણીએ શું કરી તેણે પોસ્ટ.
આ પણ વાંચો: Vodafone Ideaનો આ છે સૌથી સસ્તો પ્લાન, મળશે આ લાભ
ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર
પોસ્ટમાં તેણે ટેસ્ટ જર્સીની પાછળની તસવીર પોસ્ટ કરી છે. તેના શર્ટ પર ‘8’ લખેલું છે. જેને જોઈને ચાહકો અંદાજો લગાવી રહ્યા છે કે તે સંન્યાસ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે જાડેજાએ ગત વર્ષે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાતમાં થોડો સમય વિલંબ લાગી શકે છે.