December 23, 2024

રવિન્દ્ર જાડેજા પાસે મોટી તક, બનશે બીજો ભારતીય ખેલાડી

IND vs BAN Test Series: ભારતીય ટીમે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ માટે ખેલાડીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓ આ મેચમાં રમતા જોવા મળશે. જેમાં રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ છે. વર્ષ 2024માં રવિન્દ્ર જાડેજા બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જાડેજાને બાંગ્લાદેશ સામેની આગામી 2 મેચની ટેસ્ટ સિરીઝમાં પણ મોટી સિદ્ધિ નોંધાવવાની તક મળશે.

બીજો ભારતીય ખેલાડી બની જશે.
રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 294 વિકેટ પોતાના નામે કરી લીધા છે. હવે 6 વિકેટ લેતાની સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પૂરી કરશે. તે તેમના માટે કારકિર્દીની મોટી ઉપલબ્ધિ જોવા મળશે. જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 3000 થી વધુ રન બનાવી ચુક્યો છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 300 વિકેટ અને 3000 રન બનાવવાની સિદ્ધિ ધરાવનાર ભારતનો બીજો ખેલાડી બનશે.

આ પણ વાંચો: IPL 2025: શું KL રાહુલ RCB સાથે જોડાશે?

આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે
જાડેજા પહેલા આ સિદ્ધિ રવિચંદ્રન અશ્વિનના નામે હતી. જેના નામે ટેસ્ટમાં હાલમાં 3309 રન અને 516 વિકેટ છે. જો દુનિયાના ક્રિકેટની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા આ મામલે ચોથો ખેલાડી બની જશે. અશ્વિન પહેલા શેન વોર્ન અને ડેનિયલ વેટોરી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન બનાવનાર અને 300 વિકેટ ઝડપનાર ખેલાડીઓ

  • શેન વોર્ન – 3154 રન અને 708 વિકેટ
  • ડેનિયલ વેટોરી – 4531 રન અને 362 વિકેટ
  • રવિચંદ્રન અશ્વિન – 3309 રન અને 516 વિકેટ