January 16, 2025

કાનપુર ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિનનું ઐતિહાસિક પરાક્રમ

IND vs BAN: ભારતીય ટીમે કાનપુર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને સિરીઝમાં જીત પ્રાપ્ત કરી છે. આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ અશ્વિનને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.

પ્રથમ સ્થાને પહોંચી ગયો
આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં અશ્વિન બેટ અને બોલિંગ બંનેથી શાનદાર જીત પ્રાપ્ત કરી હતી. તેના શાનદાર પ્રદર્શનને કારણે હવે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો છે. તે હવે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરનની સાથે સંયુક્ત પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. અશ્વિને બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ સિરીઝમાં બેટ વડે કુલ 114 રન બનાવ્યા હતા. તેણે બોલિંગ કરી હતી અને 11 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતનાર ખેલાડીઓ

  • મુથૈયા મુરલીધરન – 11
  • રવિચંદ્રન અશ્વિન – 11
  • જેક કાલિસ – 8
  • શેન વોર્ન – 8
  • ઈમરાન ખાન – 8
  • રિચાર્ડ હેડલી – 8

પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો
બાંગ્લાદેશ સામે કાનપુર ટેસ્ટ મેચમાં અશ્વિને પ્રથમ ઇનિંગમાં 2 વિકેટ લીધી હતી. બોલિંગમાં તે 3 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સિરીઝમાં તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. અશ્વિને દિગ્ગજ બોલર મુથૈયા મુરલીધરનના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. મુથૈયા મુરલીધરન 60 સિરીઝ રમ્યા બાદ 11 વખત આ એવોર્ડ જીતવામાં સફળ રહ્યો હતો.