November 18, 2024

Raveen Tandon અને તેના ડ્રાઈવરના સીસીટીવી આવ્યા સામે

Raveena Tandon Attacked: આજના દિવસે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે રવિના ટંડન હેડલાઈન્સમાં આવી છે. બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન પર શનિવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રા ઉપનગરમાં ત્રણ લોકો સાથે દુર્વ્યવહાર અને હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

રવીના કેસના CCTV ફૂટેજ સામે આવ્યા છે
એક અહેવાલમાં આ બનાવના CCTV ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. આ CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે રવિનાની કાર મહિલાઓને ટક્કર મારી નહોતી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રવીનાની કોઈ ભૂલ ના હતી. આ CCTV ફૂટેજ આવતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ યુઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. આ CTV ફૂટેજ પર યુઝર અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રી રવિના ટંડનની કારે કોઈ મહિલાને ટક્કર મારી નથી. આ સીસીટીવીમાં તેવું જોવા મળી રહ્યું નથી. બીજા એક યુઝરે લખ્યું કે આ સમાચાર ફેક છે. તેણે કોઈને પણ આ સિવાય અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ‘આ CCTV ફૂટેજ રવિના ટંડનના કેસ સાથે સંબંધિત છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ કેસ સંપૂર્ણપણે ફેક છે.

આ પણ વાંચો: નશામાં ધૂત રવિના…મહિલા સાથે મારપીટનો આરોપ, વાયરલ થયો Video

શું હતો બનાવ?
બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન પર શનિવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રા ઉપનગરમાં ત્રણ લોકો સાથે દુર્વ્યવહાર અને હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમજ અભિનેત્રીને સ્થાનિક લોકો દ્વારા ઘેરી લેવામાં આવી હતી અને હુમલો કરવામાં આવ્યો હોવાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી.