દિવાળી ઉપર બનાવો રવાના લાડુ, આ રેસીપી છે ઇઝી

Rava Ladu: તહેવારના સમયમાં સૌથી પહેલા મિઠાઈ બનાવવામાં આવે છે. ત્યારે અમે તમાા માટે દિવાળીના સમયમાં રવાના લાડુની રેસીપી લઈને આવ્યા છીએ. જે ખાવામાં પણ મજા આવશે અને તમારા માટે હેલ્થી પણ છે. આવો જાણીએ કે સરળ રેસીપી સાથે ઘરમાં બેસ્ટ રવા લાડુ આ દિવાળી ઉપર કેવી રીતે બનાવવા તે જાણો.

  • 1 કપ દળેલી ખાંડ,
  • ¼ ટી સ્પૂન એલચી પાઉડર
  • 2 કપ ઝીણો રવો,
  • ½ કપ કરકરો ઘઉં નો લોટ
  • 1 કપ ઘી
  • 1 ટેબલ સ્પૂન મારો સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ પાઉડર
  • સજાવટ માટે થોડી અડધી કાપેલી બદામ.

આ પણ વાંચો: આ રીતે બનાવો સુરતની પ્રખ્યાત ઘારી, વાંચો સંપૂર્ણ રેસિપી

રવાના લાડુની રેસીપી
એક વાસણમાં તમારે ઘી ગરમ કરવાનું રહેશે. આ પછી તમારે લોટ નાખીને સુગંધ આવે ત્યાં સુધી તમારે રવાને શેકવાનો રહેશે. હવે તમારે તેના મુઠિયા બનાવીને તળી લેવાના રહેશે. આ પછી તેને ક્રશ કરીને પછી તમારે તેમાં દળેલી ખાંડ નાંખવાની રહેશે. હવે તમને ભાવતા ડ્રાયફ્રુટ તેમાં નાંખી દો. આ પછી તમારે બાકીની વસ્તુ નાખી લાડુ વાળી લેવાના રહેશે.