News 360
January 12, 2025
Breaking News

સેમિફાઇનલમાં હાર બાદ Rashid Khanનું તૂટી ગયું દિલ, કહી આ વાત

AFG vs SA: T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાન ટીમની સફર પુર્ણ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકા સામેની સેમિફાઇનલ મેચમાં 9 વિકેટે અફઘાનિસ્તાન ટીમની હાર થઈ છે. અફઘાનિસ્તાન ટીમનું આ મેચ દરમિયાન બેટિંગ ખુબ ખરાબ જોવા મળી હતી.

ટક્કર જોવા મળી
T20 વર્લ્ડ કપ 2024 ની આજે 2 સેમિફાઇનલ મેચ છે. જેમાં પહેલી સેમિફાઇનલ મેચમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે ભારે ટક્કર જોવા મળી હતી. રાશિદ ખાનની કેપ્ટનશીપમાં અફઘાનિસ્તાન ટીમની વર્લ્ડ કપ 2024માં સફર પુર્ણ થઈ ગઈ છે. સેમિફાઇનલ મેચમાં હાર બાદ અફઘાન ટીમના કેપ્ટન રાશિદ ખાન ખુબ નિરાશ જોવા મળ્યો હતો. આ સમયે રાશિદે કહ્યું કે આ સંજોગોમાં અમે પોતાને યોગ્ય રીતે સ્વીકારી શક્યા નથી.

આ પણ વાંચો: આજે ઓસ્ટ્રેલિયા માટે અસ્તિત્વની તો ભારત માટે બદલાની ‘લડાઈ’

વધુ મહેનત કરવી પડશે
રાશિદ ખાને અફઘાનિસ્તાન ટીમની હાર બાદ આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે આ હાર અમારી ટીમ માટે ખૂબ જ મુશ્કેલ છે. તેમણે એમ પણ કહ્યું કે T20 ક્રિકેટની ખાસિયત એ છે કે તમારે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. આફ્રિકાની ટીમના વખાણ કરતા તેમણે કહ્યું કે આફ્રિકાની ટીમે ઘણી સારી બોલિંગ કરી હતી.મુજીબની વાત કરતા તેમણે કહ્યું કે મુજીબનીઈજાએ અમને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હતું. મોહમ્મદ નબીએ શાનદાર બોલિંગ કરી હતી.