February 2, 2025

બાદશાહના કાફલાએ ટ્રાફિક નિયમોનું કર્યું ઉલ્લંઘન, ગુરુગ્રામ પોલીસે પકડાયું 15,500 રૂપિયાનું ચલણ

ફેમસ સિંગર અને રેપર બાદશાહને રોંગ સાઇડમાં ગાડી ચલાવવી મોંઘી પડી છે. ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે બાદશાહને 15,500 રૂપિયાનું ચલણ આપ્યું છે. રવિવારે બાદશાહ તેની ત્રણ કારના કાફલા સાથે કરણ ઔજલાના કોન્સર્ટમાં પહોંચ્યો હતો. આ કોન્સર્ટ ગુરુગ્રામના સેક્ટર 68માં યોજાયો હતો. આ દરમિયાન તેની કાર રોંગ સાઈડમાં ચલાવવામાં આવી હતી, જેનું પરિણામ તેને હવે ચલણ સ્વરૂપે ભોગવવું પડશે.

ગુરુગ્રામના સેક્ટર 68ના એરિયા મોલમાં રવિવારે પંજાબી ગાયક કરણ ઔજલાનો લાઈવ કોન્સર્ટ હતો. બાદશાહે પણ આ કોન્સર્ટમાં ભાગ લીધો હતો. બાદશાહના કાફલામાં થાર સહિત ત્રણ ગાડીઓ હતી. બાદશાહનો કાફલો ગુરુગ્રામના બાદશાહપુર પહોંચતાની સાથે જ બાદશાહના કાફલાએ નિયમોનો ભંગ કર્યો અને બાદશાહપુરથી એરિયા મોલ તરફ રોંગ સાઇડમાં વાહન ચલાવ્યું. જેની તસવીરો પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by BADSHAH (@badboyshah)

વાહન કોના નામે નોંધાયેલ છે?
ગુરુગ્રામ પોલીસના જણાવ્યા અનુસાર, આ કાફલામાં એક થાર વાહન સામેલ હતું, જેની નંબર પ્લેટ હતી. કાફલામાં બાકીના વાહનોમાં અસ્થાયી નંબરો હતા. પોલીસે જણાવ્યું કે રેપર સિંગર બાદશાહ એ જ કારમાં બેઠો હતો. જો કે આ વાહન પાણીપતના દીપેન્દ્ર માલીના નામે નોંધાયેલું છે. બાદશાહના કારના કાફલાને ચલણ જારી કરીને ટ્રાફિક પોલીસે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે કાયદાની નજરમાં દરેક સમાન છે.

પોલીસે શું કહ્યું?
ગુરુગ્રામ પોલીસ પ્રવક્તા સંદીપે કહ્યું, “ત્રણ વાહનો હતા. સોહના રોડ પર કોઈ કાર્યક્રમ હતો. તે પ્રસંગમાં જવા માટે તેણે ખોટી દિશા પકડી. કાર રોંગ સાઇડમાં હંકારી હતી. જેના પર ગુરુગ્રામ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ વાહનો હતા. એક પર નંબર પ્લેટ હતી. રોંગ સાઇડ અને ખતરનાક ડ્રાઇવિંગ માટે આશરે રૂ. 15 હજારનું ચલણ આપવામાં આવ્યું છે. ચલણ દરમિયાન જાણવા મળ્યું કે આ કાફલો સિંગર બાદશાહનો છે.”