January 22, 2025

જૂનાગઢની સગીરા સાથે રાજકોટમાં 14 જેટલા શખ્સો દ્વારા દુષ્કર્મ, 10 લોકોની ધરપકડ

સાગર ઠાકર, જૂનાગઢ: જૂનાગઢની સગીરા સાથે રાજકોટમાં દુષ્કર્મની ઘટના બની હતી. જેને લઇ પોલીસે રાજકોટની અલગ-અલગ હોટલમાં 14 જેટલા શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચરી દેહવ્યાપારમાં ધકેલી દેવાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. ત્યારે આ કેસમાં પોલીસે પ્રથમ 2, બાદમાં 4 અને આજે વધુ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યાં જ અગાઉ ઝડપાયેલ 2 આરોપીને 4 દિવસના રીમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરી દેવાયા છે. તો વધુ ચાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ હાલમાં ચાલુ છે.

આજે ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. આ કેમાંસ એ ડિવિઝન પોલીસની ટીમે CCTV ફુટેજથી તપાસ કરી હતી. રાજકોટની વિવિધ હોટલમાંથી CCTV ફુટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી.

અત્યાર સુધીમાં તરૂણી પર દુષ્કર્મ તેમજ દેહવિક્રયમાં ધકેલવા મામલે 10 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. હજુ ચાર શખ્સ ફરાર છે જેને પકડવા પોલીસ દ્વારા તજવીજ ચાલી રહી છે. આ શખ્સોની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે એ અંગે પૂછપરછ કરવામાં આવશે હજુ આ પ્રકરણમાં વધુ લોકોની સંડોવણી ખુલે એવી સંભાવના છે.

જેલ હવાલે કરેલ આરોપીઓ
1. રીહાન ઉર્ફે રેહાન યુનુસભાઇ શેખ, જુનાગઢ
2.કિરણ કાલુસીંગ બીસ્ટ, રાજકોટ

રીમાન્ડ પરના આરોપીઓ
3. આકાશ અર્જુનસિંહ ઓડ, રાજકોટ
4. હિરેન જગદીશભાઇ સાપરા, રાજકોટ
5. જસ્મીન દિનેશભાઇ મકવાણા, રાજકોટ
6. હાર્દિક દિપકભાઇ ઝાપડા, રાજકોટ

તપાસ દરમ્યાન વધુ ચાર આરોપી ઝડપાયા
7. સત્યુગ ઉર્ફે સત્યમ જીતેશભાઇ ટીમાણીયા, રાજકોટ
8. અયાન ઇદ્રીશભાઇ જોધપુરા મુલ્તાની, રાજકોટ
9. અરબાઝ ઇમ્તીયાઝભાઇ ખીમાવત, રાજકોટ
10. કૃપાલ કિશોરભાઇ ટીમાણીયા, રાજકોટ