December 26, 2024

મોહમ્મદ શમીએ મેદાન પર કરી ફરી વાપસી

Ranji Trophy 2024-25: ભારતીય ટીમનો અનુભવી ખેલાડી મોહમ્મદ શમી 2023 ODI વર્લ્ડ કપથી અનફિટ હોવાને કારણે આગળની મેચ રમી શકતો ના હતો. અંદાજે એક વર્ષ પછી તે ફરી મેદાનમાં પરત ફર્યો છે.

શમીએ 4 વિકેટ લીધી
મોહમ્મદ શમીએ મધ્યપ્રદેશ સામેની રણજી ટ્રોફીની મેચમાં 10 ઓવર ફેંકી હતી. પરંતુ તે કોઈ વિકેટ લેવામાં સફળ રહ્યો ના હતો. બીજે દિવસે મોહમ્મદ શમીએ કુલ 19 ઓવર નાંખી તેણે 4 વિકેટ પણ લીધી હતી. શમીએ એક ખેલાડીને વિકેટકીપર રિદ્ધિમાન સાહાના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં સામેલ
ટીમ ઈન્ડિયાને 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ રમાવાની છે. જેના માટે શમીની પસંદગી કરવામાં આવી નથી. પરંતુ એમ છતાં તે ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે કે તે ટીમ ઈન્ડિયાનો ભાગ હશે. ટીમ ઈન્ડિયાએ પર્થમાં રમાનારી પ્રથમ ટેસ્ટને આડે હવે 10 દિવસ બાકી રહ્યા છે. જો શમી ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે તો ટીમ ઘણી મજબૂત થઈ જશે.