December 25, 2024

અંગ્રેજો સામે અવાજ ઉઠાવનાર પ્રથમ ક્રાંતિકારી મહિલાની હિંમતની ગાથા

Rani Lakshmi Bai: ક્યાં ખુબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી’ આજના દિવસે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. પરંતુ દેશ માટે બલિદાન કેટલાય લોકોએ આપ્યું, ત્યારબાદ દેશને આઝાદી મળી છે. જેમાં મહિલાઓનું પણ યોગદાન એટલું જ છે. ત્યારે આજે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. મહિલા સશક્તિકરણ માટે ઉત્તમ ઉદાહરણ આ મહિલા છે. એવી મહિલા જે અંગ્રેજો સામે અવાજ ઉઠાવનાર પ્રથમ ક્રાંતિકારી બની હતી. આવો જાણીએ આ પ્રથમ 2 પ્રથમ ક્રાંતિકારી મહિલાની હિંમતની કહાની

અંગ્રેજોની ગુલામી સ્વીકારી નહીં
બ્રિટિશ ક્રાઉનની સત્તા એવી બનવા લાગી હતી કે તે સમયે કોઈ પુરુષને બોલવા માટે પણ ડર લાગે, પરંતુ એક એવી મહિલા કે જેણે એકલા હાથે અંગ્રેજોની સામે અવાજ ઉઠાવ્યો હતો. આ મહિલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી. અંગ્રેજોથી આઝાદી મેળવવા માટે ઘણા આંદોલનો થયા હતા. પરંતુ 1857માં સ્વતંત્રતા સંગ્રામની આગ લાગી. તે સમયગાળા દરમિયાન ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતીયો પર જુલમ કરતી હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે વિવિધ સ્થળોએ એક સાથે અનેક ક્રાંતિઓ થઈ. એક તરફ મંગલ પાંડે હતા, જે સૈનિક હતા પરંતુ અંગ્રેજો સાથે લડ્યા હતા, તો બીજી બાજુ બેગમ હઝરત મહેલ અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી. આ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અંત અને બ્રિટિશ ક્રાઉનની સત્તા આવવાની શરૂઆત હતી. આવો જાણીએ 1857ના પ્રથમ મહિલા નેતા વિશે, જેમણે અંગ્રેજો સામે અવાજ ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો: 15 August Films: દેશભક્તિની આ ફિલ્મો રૂવાડાં ઊભા કરી દેશે

અંગ્રેજો સામે લડનાર પ્રથમ ભારતીય મહિલા
જ્યારે પણ કોઈ પણ ભારતીય હિંમતવાન મહિલાનું નામ લેવામાં આવે છે, ત્યારે ચોક્કસ ઝાંસીની રાણી લક્ષ્મી બાઈને યાદ કરવામાં આવે છે. આઝાડી માટે અંગ્રેજો સામે લડનારી આ પ્રથમ મહિલા હતી. તેનો જન્મ વારાણસીમાં થયો હતો. તેનું નામ મણિકર્ણિકા તાંબે અને અટક મનુ હતી. તેના લગ્ન જા ગંગાધર રાવ સાથે થયા હતા. ઘણા સમય થયો હોવા છતાં રાણીને દિકરો થયો ના હતો. આખરે બંનેએ દિકરાને દત્તક લેવાનું નક્કી કર્યું હતું. બ્રિટિશ સરકારએ આ વાતની મંજૂરી આપી ના હતી.

અંગ્રેજો સામે લક્ષ્મીબાઈ
રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો હેઠળ તેમના નિયમોનું પાલન કરવાનો મનાઈ કરી દીધી અને તેણે બ્રિટિશ શાસન સામે બળવો કરી લીધ હતો. પોતાના દિકરાને છાતી પર બાંધીને ઘોડા પર સવાર થઈને, અંગ્રેજ સૈનિકો સામે લડતા રહ્યા હતા. આખરે આ લડાઈનો કરુણ અંત આવ્યો હતો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની બહાદુરીની ગાથા જંગલની આગની જેમ સર્વત્ર ફેલાઈ ગઈ અને સર્વત્ર ક્રાંતિનું કારણ બની ગઈ હતી.