January 19, 2025

રણબીર કપૂર અને આલિયાની દીકરી બની દુનિયાનું સૌથી અમીર બાળક

અમદાવાદ: થોડા દિવસો પહેલા ઈન્ફોસિસના માલિક નારાયણ મૂર્તિએ પોતાના 4 મહિનાના પૌત્રને ગિફ્ટ આપ્યું હતું. આ સાથે જ તે દુનિયાનો સૌથી અમીર બાળક બની ગયો હતો. ત્યારે હવે રણબીર કપૂરે તેમનો રેકોર્ડ તોડ્યો છે. કપૂરે પોતાની પુત્રી રાહાને 250 કરોડનો બંગલો ગિફ્ટ કર્યો છે. મહત્વનું છેકે, નારાણય મૂર્તિએ 240 કરોડની ગિફ્ટ કરી હતી. તેની સામે રણબીરે 250 કરોડની ગિફ્ટ આપી છે. આ રાહ દુનિયાની સૌથી અમીર બાળક બની ગઈ છે.

નીતુ કપૂર, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને મોટાભાગે એક સાથે બ્રાંદ્રાના કૃષ્ણા રાજ બંગલા પર જતા જોયા છે. એક રિપોર્ટ અનુસાર, બંન્ને કપલે રાહા કપૂરના નામ પર આ 250 કરોડની સંપતિ કરી છે. હવે આ બંગલાનું નામ રાહા કપૂરના નામ પરથી રાખવામાં આવશે. આ સાથે રાહા બોલિવૂડનું સૌથી અમીર સંતાન બની જશે. મહત્વનું છેકે, રણબીની દિકરી 1 વર્ષ અને 4 મહિનાની થઈ ગઈ છે. તેનો જન્મ 6 નવેમ્બર 2022માં થયો છે.

આ પણ વાંચો: ‘તમને બન્નેને બહું પ્રેમ કરું છું…’, જ્યારે રણબીરે કર્યું હતું વેલેન્ટાઇન વિશ

કેટલી જૂની છે આ સંપતિ?
દિવંગત અભિનેતા રાજ કપૂર અને તેમની પત્ની કૃષ્ણા પાજ આ બંગલાના માલિક છે. કપૂર પરિવારના એકમાત્ર પૌત્ર હોવાના કારણે રણબીર કપૂરને આ પૈતૃક સંપતિ મળી છે. જેને હવે રણબીરે તેની પુત્રીને ગિફ્ટ કરી છે. મહત્વનું છેકે, ભારતમાં પૈતૃક સંપતિ ટેક્સ ફ્રી ગણવામાં આવે છે.

આ મકાન સિવાય અન્ય પણ સંપતિ
રણબીર કપૂર અને આલિયા પાસે આ બંગલો સિવાય પણ ઘણા સંપતિ છે. આ કપલ પાસે બાંદ્રા વિસ્તારમાં 4 ફ્લેટ છે. જેની કિંમત 60 કરોડથી પણ વધારે છે. આ ઉપરાંત રણબીર અને આલિયા તેના બંગલામાં નાના મોટા ફેરફરા કરાવી રહ્યા છે. જે બાદ એ બંગલાની કિંમત શાહરૂખના મન્નત અને અભિતાભ બચ્ચના જલસાની તુલનામાં સૌથી મોંઘો બંગલો બની જશે.