December 26, 2024

Ramita Jindalએ મેડલ ઈવેન્ટમાં સ્થાન મેળવ્યું, જાણો કોણ છે આ 20 વર્ષીય ભારતીય શૂટર

Ramita Jinda: ભારતની મનુ ભાકેરે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, ત્યારે 20 વર્ષની રમિતા જિંદાલે પણ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઈફલ શૂટિંગની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારત માટે બીજો દિવસ ખૂબ જ ખાસ રહ્યો હતો. મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતીને પેરિસમાં ભારતનો તિરંગો લહેરાવ્યો હતો. રમિતાની સાથે ભારતની ઇલાવેનિલ વાલારિવાને પણ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લીધો હતો.તે 6 શ્રેણી પછી 10મા ક્રમે રહી હતી જેના કારણે તે મેડલ ઇવેન્ટમાં જગ્યા બનાવી શકી ન હતી. રમિતાએ ક્વોલિફિકેશન રાઉન્ડની તમામ છ શ્રેણીમાં 104થી વધુનો સ્કોર કરવામાં સફળ રહી હતી.

રમિતાએ આ મોટું પરાક્રમ કર્યું
ઓલિમ્પિકના ઈતિહાસમાં રમિતા 20 વર્ષ બાદ ભારતની પ્રથમ મહિલા ખેલાડી એવી છે કે જેણે જેણે રાઈફલ શૂટિંગ ઈવેન્ટની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. રમિતાએ 2023માં બાકુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને પેરિસ ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન નક્કી કરી દીધું છે. રમિતા હરિયાણાની છે. તેણે પોતાની વિસ્તારથી જ શૂટિંગની સફર શરૂ કરી હતી. રમિતાએ વર્ષ 2021માં આયોજિત જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલાઓની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે 19મી એશિયન ગેમ્સમાં રમિતા સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી.

આ પણ વાંચો: Olympics 2024: કોણ છે મનુ ભાકર? જાણો તેમની સંઘર્ષભરી સફર…

મેડલ ઈવેન્ટ 29મી જુલાઈના રોજ યોજાશે
રમિતા જિંદાલે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 6 સિરીઝમાં કુલ 631.5નો સ્કોર કરવામાં સફળ રહી હતી. આ ઈવેન્ટની ફાઈનલ મેચ આવતીકાલે ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે રમાશે. દરેકને આશા છે કે રમિતા 10 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનાર મનુ ભાકર જેવું પ્રદર્શન કરે અને ઈન્ડિયાને વધુ એક મેડલ મળે.