December 19, 2024

રામ મોકરિયાની રજૂઆતનો પડઘો પડ્યો, સસ્તા અનાજની દુકાનમાં ગાંધીનગર પુરવઠા વિભાગના દરોડા

Rajkot News: સામાન્ય લોકો સુધી સરકારી અનાજ પહોંચે છે ત્યાં સુધીમાં તે અનાજ સારું પણ હોય છે ઘણી વખત તે સારું ના હોવા છતાં આપવામાં આવે છે. પરંતુ આ સામાન્ય જનતાનો અવાજ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા બન્યા છે.  રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની રજૂઆતનો પડઘો પડ્યો છે. રામ મોકરિયાએ સસ્તા અનાજની દુકાનમાં સડેલું અનાજ આપવામાં આવતું હોવાની ફરિયાદ કરી હતી. આ પછી ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડ્યા છે.

આ પણ વાંચો: નહેરુનગર સર્કલ પાસે ફ્રુટના વેપારીની ફાયરિંગ કરીને હત્યા કેસનો ભેદ ઉકેલાયો

કાર્યવાહી પૂર્ણ થયા બાદ રિપોર્ટ સોંપાશે
રામ મોકરિયાએ ફરિયાદ કરી હતી કે સસ્તા અનાજની દુકાનમાં સડેલું અનાજ આપવામાં આવી રહ્યું છે. આ પછી અધિક નિયામક અને તેની ટીમ દ્રારા રાજકોટના સસ્તા અનાજની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં કેટલીક દુકાનોમાંથી અનાજના નમૂના પણ લેવામાં આવ્યા હતા. કાર્યવાહી પૂર્ણ થયા બાદ રિપોર્ટ સોંપવામાં આવશે.