December 23, 2024

રામ ગોપાલ વર્માની રાજકારણમાં એન્ટ્રી, આ સીટથી લડશે ચૂંટણી

મુંબઈ: ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ એક મોટી જાહેરાત કરી છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. આરજીવીએ ટ્વિટર પર જાહેરાત કરી છે કે તે લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તેણે આ નિર્ણય અચાનક લીધો છે. ટ્વિટર પર આની જાહેરાત કરતા ફિલ્મ નિર્માતાએ લખ્યું, “અચાનક નિર્ણય. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હું પીઠાપુરમથી ચૂંટણી લડી રહ્યો છું.

રામ ગોપાલ વર્માએ જણાવ્યું છે કે તેઓ આંધ્રપ્રદેશની પીઠાપુરમ સીટ પરથી લોકસભા ચૂંટણી લડવાના છે. તેલુગુ દેશમ પાર્ટી-ભારતીય જનતા પાર્ટી-જનસેના પાર્ટી (JSP) ગઠબંધન દ્વારા ટોલીવુડ અભિનેતા અને જેએસપીના વડા પવન કલ્યાણને પીથાપુરમ બેઠક પરથી ઉતારવાની જાહેરાત કર્યા બાદ રામ ગોપાલે આ જાહેરાત કરી હતી.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે રામ ગોપાલ વર્માએ આંધ્ર પ્રદેશની રાજનીતિ પર આધારિત ફિલ્મ ‘વ્યુહમ’ બનાવી હતી. જે બાદ ઘણા સ્થાનિક નેતાઓએ ફિલ્મ નિર્માતાને રાજ્યમાંથી હાંકી કાઢવાની માંગ કરી હતી. આ ફિલ્મ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાયએસ રાજશેખર રેડ્ડીના મૃત્યુની આસપાસની પરિસ્થિતિ અંગે છે..