December 17, 2024

રકુલ-જેકી થયા એકબીજાના… શીખ રીતિ-રિવાજથી કર્યા લગ્ન

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્ન સમાપ્ત થઈ ગયા છે. રિપોર્ટ અનુસાર, રકુલ-જેકીએ ગોવામાં પરિવાર અને મિત્રો વચ્ચે શીખ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તે પ્રમાણે હવે બંને પતિ-પત્ની બની ગયા. જો કે હવે બંને સીધી રિવાજ પ્રમાણે લગ્ન પણ કરશે. આશા છે કે સાંજ સુધીમાં કપલ આવશે અને પેપ્સની સામે પોઝ આપશે.

એક અહેવાલ મુજબ, રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્ન પૂર્ણ થઈ ગયા છે. તેઓએ આનંદ કારજ વિધિથી લગ્ન કર્યા. શીખ ધર્મમાં આનંદ કારજને લગ્ન કહેવામાં આવે છે. જ્યાં દંપતી ગુરુ ગ્રંથ સાહિબની સામે પરિક્રમા કરે છે અને સાત જન્મોના બંધનમાં બંધાઇ જાય છે.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્ન
અન્ય એક અહેવાલ મુજબ, રકુલ પ્રીત સિંહની ચૂરા સેરેમની સવારે થઈ ચૂકી હતી. શીખ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા બાદ બંને સિંધી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે અને લગ્ન લગભગ 3.30 વાગ્યા સુધી ચાલશે.

 

View this post on Instagram

 

A post shared by JACKKY BHAGNANI (@jackkybhagnani)

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નમાં ગેસ્ટ
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ તેમના લગ્ન માટે ગોવાની લક્ઝરી હોટેલ ITC ગ્રાન્ડ પસંદ કરી છે. જ્યાં તેનો પરિવાર તેમજ મિત્રો પણ પહોંચી ગયા છે. આયુષ્માન ખુરાના, શિલ્પા શેટ્ટી, અર્જુન કપૂર, ડેવિડ ધવન અને ઘણા સ્ટાર્સ સ્પોટ થયા છે.

રકુલ પ્રીત સિંહ-જેકી ભગનાનીના પ્રી-વેડિંગ ફંક્શન 19 ફેબ્રુઆરી 2024થી શરૂ થઈ ગયા છે. બંનેએ ઓક્ટોબર 2021માં તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. આ પછી બંને વેકેશનમાં તો ક્યારેક ડિનર ડેટ પર સાથે જોવા મળવા લાગ્યા.