રાકેશ ટિકૈત હરિદ્વારથી ગાઝીપુર બોર્ડર પર કરશે પ્રદર્શન
નવી દિલ્હી: ખેડૂત નેતા રાકેશ ટિકૈત મુઝફરનગરમાં મહાપંચાયતમાં હાજર રહ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે, ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે. દેશમાં જમીનોની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ જે અનાજનું ઉત્પાદન થાય છે. તેની કિંમતમાં વધારો નથી થઈ રહ્યો. 13 મહિના ચાલેલા આંદોલન વખતે અમે કહ્યું હતું કે દેશની રોટી પર કબ્જો થયો, ભૂખના આધારે રોટ નક્કી કરવામાં આવશે. ખેડૂત આંદોલન પર વાત કરતા કહ્યું કે, સરકાર જો અટલ-અડવાણીની હોત તો અમારી વાત સાંભળવામાં આવત અને તેના પર નિર્ણય પર આવત, પરંતુ આ સરકાર પૂંજીપતિઓની સરકાર છે. જેની સામે અમારી લડાઈ છે.
વર્તમાનમાં ચાલી રહેલા આંદોલનને વિશે કહ્યું કે, SKM દ્વારા બોલાવવામાં નથી આવ્યું. ખેડૂતોએ આહ્વાહન કર્યું અને હું પહોંચી ગયો. આજે પણ SKMની સાથે કોઈ વાત થઈ નથી, પરંતુ હું એમની સાથે છું. પ્રદર્શન કરી રહેલા સંગઠનો આગળ આવે અને વાતચીત કરે. આજની મિટિંગમાં જવાબદાર લોકોને બોલાવવામાં આવ્યા છે, પરંતુ સરકાર જો ડરાવશે તો ખેડૂતો ડરી જશે. ખેડૂતોના સપોર્ટમાં 21 ફેૂબ્રુઆરીના સમયે જિલ્લામાં એક દિવસ માટે પ્રદર્શન થશે.
હરિદ્વારથી ગાંઝીપુર સુધી….
રાકેશ ટિકૈતે કહ્યું કે, 26-27 ફેબ્રુઆરીના અમે ટ્રેક્ટર લઈને હરિદ્વારથી ગાંજીપુર સુધી ઊભા રહેશું. તમારા ટ્રેક્ટરોને મજબુત રાખજો. અમે એમએસપીનું સમર્થન કરીએ છીએ. એવી પણ અફવા ફેલાઈ રહી છેકે, MSPથી મોંઘવારીમાં વધારો થશે, પરંતુ આ લડાઈ પુંજીપતિઓની સામે છે. આ લડાઈમાં લોકોના જીવ પણ ગયા છે. જ્યાં પણ ગોલી મારવામાં આવશે અમે તેમની વિરૂદ્ધમાં છીએ.
હરિયાણા-પંજાબના ખેડૂતો કરી રહ્યા છે પ્રદર્શન
આજે ખેડૂત આંદોલનનો 5મો દિવસ છે. ત્યારે આજે સંયુક્ત ખેડૂત મોર્ચોએ ચેતવણી આપતા કહ્યું કે, જો અમારી માંગણીને નહીં માનવામાં આવે તો આવનારા દિવસોમાં ખેડૂત આંદોલન વધુ આક્રમક બનશે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી અર્જૂન મુંડાએ આશા વ્યક્ત કરી કે રવિવારના ખેડૂત સંગઠનોની સાથે વાતચીત થશે. જેમાં સમાધાન નિકલશે.