February 22, 2025

રાજ્યસભા સાંસદ મયંક નાયકની કાનૂની જાગૃતિ અને સુરક્ષા અંગેની સમજ માટેની પહેલ

મહેસાણા: આજરોજ રાજ્યસભા સાંસદ મયંક નાયકે જે.એમ.ચૌધરી સ્કૂલ મહેસાણાની 60 વિધાર્થિનીઓ સાથે મહેસાણા મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘બેટી પઢાવો બેટી બચાવો’ અંતર્ગત રાજ્યની વિદ્યાર્થીઓને પોલીસના કાયદાથી અને વ્યક્તિગત સુરક્ષા માટે પોલીસ અને સરકારની કામગીરીની જાણકારી માટે આજરોજ આ વિધાર્થિનીઓને મહિલા અંગેના કાયદા અને સાઇબર ગુનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિધાર્થિનીઓમાં કાનૂની જાગૃતિ વધારવાનો હતો. જેથી તેઓ પોતાનું રક્ષણ કરી શકે અને અને કાયદાકીય પ્રક્રિયાઓને સમજી શકે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાસ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે અનેક પહેલ કરી રહી છે. રાજ્યમાં સાયબર ક્રાઈમ અને સોસીયલ મીડિયા દ્વારા દીકરીઓને થતા દૂર ઉપયોગ અને ફ્રોડના થતા આર્થિક નુકસાન થાય તો કેવી રીતે રોકી શકાય અને ગુનો બન્યા પછી એમાં પોલીસની મદદ કેવી રીતે લઈ શકાય તેની માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે dy.SP, PI સહિત મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. સાંસદ મયંક નાયક દ્વારા રાજ્યમાં અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.