January 27, 2025

રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરનું ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ નું સોગ્સ રીલિઝ

અમદાવાદ: રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ 31 મેના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મનું ગીત ‘દેખા તેનુ’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં બંને કલાકારોની જોરદાર કેમેસ્ટ્રી જોઈ શકાય છે. લોકોને રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરની ફિલ્મનું આ ગીત પણ ઘણું પસંદ આવ્યું છે.

દિગ્દર્શક શરણ શર્માની આ ફિલ્મ સ્પોર્ટ્સ ડ્રામા ની વાર્તા સ્ક્રીન પર બતાવવા માટે તૈયાર છે. ફિલ્મના ગીતને પણ લોકોએ ખૂબ પસંદ કર્યું છે. બંને સ્ટાર્સના ફેન્સ પણ આ સ્પોર્ટ્સ આધારિત સ્ટોરીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના ગીતો મોહમ્મદ ફૈઝ દ્વારા ગવાયું છે. ગીતના બોલ જાનીએ લખ્યા છે. આ સાથે જ ગીતનું સંગીત આદેશ શ્રીવાસ્તવે કમ્પોઝ કર્યું છે.

આ પણ વાંચો: ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે આર્થિક સહાય જાહેર કરવા પત્ર

લોકોએ ફિલ્મના ટ્રેલરને પણ પ્રેમ આપ્યો છે
મહત્વનું છે કે, તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. લોકોએ ફિલ્મના ટ્રેલરને પણ ઘણો પ્રેમ આપ્યો છે. આ ગીતને માત્ર 2 કલાકમાં 70 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલો ધમાકેદાર પ્રદર્શન કરે છે.