January 8, 2025

વિંછીયા પોલીસ પર પથ્થરમારો કરવાની ઘટના, મુખ્ય આરોપીના રિમાન્ડ મંજૂર

રાજકોટઃ વિંછીયા પોલીસ પર પથ્થરમારાની ઘટના મામલે પોલીસ પર પથ્થરમારો કરનારો મુખ્ય આરોપી મુકેશ રાજપરા અને નવનીત સોલંકીને વિંછીયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટ સમક્ષ સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા. ત્યારે કોર્ટ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

મુકેશ રાજપરાએ લોકોને ભેગા કરવા અને લોકોને ઉશ્કેરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી મુકેશ રાજપરા અને નવનીત સોલંકી સહિત 60 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ટોળા સામે ગંભીર કલમો લગાડી જાહેર મિલકતને નુકશાન પહોંચાડવું રાયોટિંગ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ લગાવી હતી.

આ મામલે પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી મુકેશ રાજપરા અને નવનીત સોલંકી સહિત 60 લોકોની ધરપકડ કરી છે. 58 જેટલા આરોપીને ગોંડલ જેલ હવાલે કર્યા છે. પોલીસે મુખ્ય આરોપી મુકેશ રાજપરા અને નવનીત સોલંકી રિમાન્ડ દરમિયાન પોલીસ કડક કાર્યવાહી કરાશે. આ સાથે જ મુકેશ રાજપરાએ જે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી તે કઈ જગ્યાએ બનાવવામાં આવી હતી અને લોકોને ભેગા કરવામાં કોની કોની મદદ લીધી હતી અને કયા પક્ષના નેતાઓ પડદા પાછળ રહીને વિંછીયા પંથકની શાંતિ ડહોળવાનું કાવતરૂ રચ્યું હતું.

આ તમામ મુદ્દાઓની પોલીસ તપાસ કરવામાં આવશે અને રિમાન્ડ પૂર્ણ થશે એટલે પોલીસ તપાસમાં શું બહાર આવે છે, તેની કેટલાક રાજકીય પક્ષ અને જસદણ અને વિંછીયા પંથકના લોકો રાહ જોઈ રહ્યા છે.