December 28, 2024

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડઃ કોર્ટમાં કેસ ડે ટુ ડે ચલાવવા માટે અરજી

રાજકોટઃ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે હાલ 15 આરોપીઓ જેલહવાલે છે. પરંતુ 4 આરોપીઓના કારણે એકપણ વાર કોર્ટ કાર્યવાહી આગળ ન વધતા કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ભોગ બનનારના એડવોકેટ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં અગ્નિકાંડ કેસ ડે ટુ ડે ચલાવવા માટે જણાવવામાં આવ્યું છે. TRP ગેમઝોન અગ્નિકાંડમાં 4 આરોપીઓ દ્વારા વકીલ ન રોકતા 9 મુદત પડી છે. મૃતકોના પરિવારને ઝડપથી ન્યાય મળે તે માટે ભોગબનનારના એડવોકેટ દ્વારા અરજી કરવામાં આવી છે.

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના 16 આરોપી

(1) ધવલ ભરત ઠક્કર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર)
(2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદાર)
(3) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા (રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદાર)
(4) પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન (રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદાર)
(5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદાર)
(6) રાહુલ લલીતભાઇ રાઠોડ (રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદાર)
(7) નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન (TRP ગેમ ઝોન મેનેજર)
(8) મનસુખ ધનજીભાઇ સાગઠિયા (ટાઉન પ્લાનિંગ ઓફિસર, RMC)
(9) ગૌતમ દેવશંકરભાઇ જોષી (આસિસ્ટન્ટ ટીપીઓ)
(10) મુકેશ રામજીભાઇ મકવાણા (આસિસ્ટન્ટ ટીપીઓ)
(11) રોહીત આસમલભાઇ વિગોરા (કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર)
(12) જયદીપ બાલુભાઈ ચૌધરી (ટીપી શાખાના એન્જિનીયર)
(13) રાજેશ નરશીભાઇ મકવાણા (એટીપીઓ)
(14) ઇલેશ વાલાભાઈ ખેર (ચીફ ફાયર ઓફિસર)
(15) ભીખા જીવાભાઈ ઠેબા (ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર)
(16) મહેશ અમૃત રાઠોડ (ગેમ ઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર)