December 18, 2024

રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીના ગંભીર આક્ષેપ, કહ્યું – આંખની કોઈ ગેરંટી નહીં

રાજકોટઃ શહેરમાં આવેલી શિવાનંદ હોસ્પિટલમાં અંધાપાકાંડની ઘટના બની હતી. જેમાં 30 દર્દીના આંખના ઓપરેશન બાદ 10 દર્દીઓને અંધાપો આવ્યો હતો. ત્યારે શિવાનંદ હોસ્પિટલમાં ઓપરેશન કરાવનારા દર્દીએ ગંભીર આક્ષેપ કર્યા છે.

પ્રવિણ પરમાર નામના દર્દીએ કહ્યુ છે કે, ‘મારી આંખનું ઓપરેશન કર્યા બાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. આંખમાં રસી થઈ ગઈ છે, છતાં તબીબોએ માત્ર સોજો આવ્યો હોવાનું કહ્યું હતું. હવે અમને અમદાવાદ હૉસ્પિટલમાં સારવાર અર્થે મોકલ્યાં છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘અહીંયા આંખની કોઈ ગેરંટી નથી. શિવાનંદ હોસ્પિટલમાં મારી સાથે સારવાર લેવામાં અનેક દર્દીઓ હતા. 10 દર્દીઓને ઓપરેશન કર્યા બાદ આ પ્રકારની તકલીફ થઈ ગઈ છે.’