રાજકોટના સમૂહલગ્નના આયોજકો વિવાદમાં, આણામાં ડુપ્લિકેટ સોનાની વસ્તુઓ આપી!

રાજકોટઃ જિલ્લામાં વધુ એક સમૂહલગ્નના આયોજકો વિવાદમાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરવામાં આવી છે કે, આણામાં આપવામાં આવેલી સોનાની વસ્તુઓ ડુપ્લિકેટ નીકળી છે. કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણી અને કુવાડવાના ઉદ્યોગપતિ પીન્ટુ પટેલ વિવાદમાં આવ્યા છે.

રાજકોટના સમૂહલગ્નમાં અસલીને બદલે નકલી દાગીના આપ્યા હતા. લખતરના પરિવાર દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત 27 એપ્રિલના રોજ 555 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મામલે આયોજક વિક્રમ સુરાણી સહિતના આયોજકો દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવાયુ હતુ કે, દાતાઓ તરફથી ઘરેણા આપવામાં આવ્યા હતા. ડુપ્લિકેટ ઘરેણાં આવ્યા હોય તો તેઓ મારી ઓફિસે પરત કરી શકે છે. જે કોઈ સાથે આવું થયું હોય તેના માટે અમે માફી માગીએ છીએ. બીજી વખત આવું નહીં થાય તે માટે લિમિટેડ સમૂહલગ્ન કરીશું.