અત્યારે એકમાત્ર BJPનો પવન છે… પૂર્વ CM વિજય રૂપાણીએ આપ્યું નિવેદન

Rajkot: રાજ્યભરમાં ધામધૂમ પૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી છે. પૂર્વ CM વિજય રૂપાણીએ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેમણે પતંગ ચગાવ્યો હતો અને કહ્યું હતું કે, અત્યારે એકમાત્ર ભાજપનો પવન છે. ગુજરાતમાં બીજેપીની જ પતંગ લહેરાશે. કોંગ્રેસની પતંગ છે જ નહીં તો ઉડવાનો સવાલ જ નથી.
તેમજ દિલ્હીમાં ચૂંટણીને લઈને પણ પ્રતિક્રિયા આપી છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે. આ વખતે દિલ્હીમાં બીજેપીની સરકાર બનશે. અગાઉ હરિયાણા પંજાબ સહિતના રાજ્યોમાં પણ BJPની જીત થઈ છે. દિલ્હીમાં પણ લોકો ભાજપને જ મત આપશે. શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની ટૂંક સમયમાં જ નિમણૂક કરવામાં આવશે. આ સિવાય અમરેલીની ઘટના મામલે રૂપાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દીકરી પાયલ ગોટીને ન્યાય મળશે. આ ઘટનામાં જે કોઈ અધિકારીઓ કે પોલીસ કર્મીઓ સંડોવાયેલા છે તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે
આ પણ વાંચો: હું 7640 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવા માંગુ છું… સુકેશ ચંદ્રશેખરે નાણામંત્રીને લખ્યો પત્ર