પાયલ મેટરનિટી હોમના વાયરલ વીડિયો મામલે સાયબર વિભાગે નવી કલમ ઉમેરી, આજીવન કેદની જોગવાઈ

અમદાવાદઃ પાયલ મેટરનિટી હોમના વીડિયો વાયરલ કરવા મામલે આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ વિભાગે નવી કલમનો ઉમેરો કર્યો છે. આ કલમ પ્રમાણે આજીવન કેદની સજા થાય તેવી જોગવાઈ છે.
મળતી માહિતી પ્રમાણે, પાયલ મેટરનિટી હોમના વાયરલ થયેલી વીડિયો મામલે આરોપીઓ વિરુદ્ધ સાયબર ટેરેરિઝમની કલમ ઉમેરવામાં આવી છે. FIRમાં IT એક્ટ 66 F (2)નો ઉમેરો કરવામાં આવ્યો છે. આ કલમ પ્રમાણે, આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ઝડપાયેલા અને દોષિત ઠેરવાશે તો તેમની વિરુદ્ધ કલમ લાગુ થશે.