રાજકોટની હોસ્પિટલના વીડિયો વાયરલ મામલો, વધુ એક આરોપી અમદાવાદથી ઝડપાયો

અમદાવાદઃ રાજકોટની પાયલ હોસ્પિટલના વીડિયો વાયરલ થવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસે આ મામલે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત વીડિયો વાયરલ કરવા મામલે હેકર્સની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.

હેકર્સ દ્વારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં બીભત્સ વીડિયો મૂકવામાં આવતા હતા. જેમાં અલગ અલગ પ્રકારના બીભત્સ વીડિયો મૂકાતા હતા. વિકૃત માનસિકતાવાળા લોકો પૈસા આપીને વીડિયો જોતા હતા. આરોપીઓ દ્વારા 100 રૂપિયામાં 10 વીડિયોનું વેચાણ કરવામાં આવતું હતું.

આરોપીઓ વીડિયો જોવા માટે યુઝર આઈડી અને પાસવર્ડ આપતા હતા. જે લોકોએ યુઝર ID ખરીદી હતી, તેઓ વીડિયોનું સ્ક્રીન રેકોર્ડ કરતા હતા. વીડિયોનું સ્ક્રીન રેકોર્ડ કરી અલગ અલગ કિંમતે વેચાણ કરતા હતા. વધારે બીભત્સ વીડિયોના આરોપીઓને વધારે પૈસા મળતા હતા. વીડિયો વાયરલ કરવાનું ષડયંત્ર મલ્ટિલેયરમાં છે. પ્રજ્ઞેશ પાટીલ, પ્રજ્વલ તેલી અને ચંદ્રપ્રકાશ નીચેના લેયરના આરોપી છે. મુખ્ય હેકર્સ પોલીસના હાથવેતમાં છે. આ ઉપરાંત કેમેરા લગાવનારો, કેમેરાની કંપનીના કર્મીઓ પણ પોલીસના શંકાના દાયરામાં છે.