December 23, 2024

Builder of Nation Award: બેસ્ટ રેસિડેન્સિયલ લક્ઝરી પ્રોજેક્ટ રાજકોટ અને સૌરાષ્ટ્રના વિજેતા કોણ?

રાજકોટઃ શહેરમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ ન્યૂઝ કેપિટલ દ્વારા ‘બિલ્ડર ઓફ ધ નેશન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છના બિલ્ડરોનું સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના હસ્તે તમામ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ એવોર્ડની ‘બેસ્ટ રેસિડેન્સિયલ લક્ઝરી પ્રોજેક્ટ’ની કેટેગરીમાં રાજકોટ શહેરમાંથી The Vibe અને સૌરાષ્ટ્રમાંથી Noble Crown વિજેતા બન્યા છે.

બેસ્ટ રેસિડેન્સિયલ લક્ઝરી પ્રોજેક્ટ – રાજકોટ

Project: The Vibe
Location: Rajkot
Awardee: Jeet Saparia, Harsh Viroja, Director, Avenue Spaces

રેસિડેન્સિયલ લકઝરી પ્રોજેકટ-રાજકોટ કેટેગરીમાં વિજેતા બનેલા પ્રોજેકટ The Vibesની વાત કરવામાં આવે તો, તે રાજકોટ શહેરમાં ન્યૂ 150 ફીટ રિંગ રોડ પર કટારિયા ક્રોસ રોડ પર આવેલો છે. ધ વાઇબ પ્રોજેકટ તેના ગ્રાહકોને comfortable and stylish living experience ઓફર કરે છે. લિમિટેડ યુનિટ્સવાળો આ પ્રોજેક્ટ 22 માળ ધરાવે છે અને આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં જે બાંધકામ થયું છે તે રાજકોટ શહેરનું સૌથી ઉંચું બાંધકામ છે.

AWARDEE – Nilesh Dhulesiya

બેસ્ટ રેસિડેન્સિયલ લક્ઝરી પ્રોજેક્ટ – સૌરાષ્ટ્ર

PROJECT – NOBLE CROWN
LOCATION – JUNAGADH
AWARDEE – Nilesh Dhulesiya

જૂનાગઢ શહેરને એક અતુલ્ય લકઝરી અને કમ્ફર્ટ ઓફર કરવા માટે આ પ્રોજેકટ ડિઝાઇન કરવામાં આવ્યો છે. તે જૂનાગઢનો એકદમ ડ્રીમ પ્રોજેકટ છે. તે ‘A Royal Living’ experience સાથે 4BHK અને 5BHKના પ્રિમિયમ ફ્લેટ્સ ઓફર કરે છે.