December 26, 2024

Builder of Nation Award: બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ અફોર્ડેબલ રાજકોટ અને સૌરાષ્ટ્રના વિજેતા કોણ?

રાજકોટઃ શહેરમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ ન્યૂઝ કેપિટલ દ્વારા ‘બિલ્ડર ઓફ ધ નેશન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છના બિલ્ડરોનું સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના હસ્તે તમામ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ એવોર્ડની ‘બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ અફોર્ડેબલ’ની કેટેગરીમાં રાજકોટ શહેરમાંથી Prabhu Realities અને સૌરાષ્ટ્રમાંથી Enigma Developers વિજેતા બન્યા છે.

બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ અફોર્ડેબલ – રાજકોટ

Project – Prabhu Heights
Location – Junagadh
Awardee – Dishit Pobaru, Managing Director-Prabhu Group

હોટેલ જેવી પુલ ગાર્ડન, બેન્ચિસ, ક્લબ હાઉસ વગેરે જેવી અદ્યતન સુવિધાઓ ઓફર આવી પર બનેલો પ્રોજેક્ટના એઇમ્સ, અટલ લેક અને ન્યૂ રેસકોર્સ આવેલા છે. આ પ્રોજેકટમાં તમે લિફ્ટમાં બેસીને સીધા તમારા ઘરના વરંડામાં જ ઉતરી શકો છો. આ પ્રોજેકટમાં ફિંગર પ્રિન્ટ સાથેની પ્રાઇવેટ લિફ્ટ એક આગવી વિશેષતા છે.

પ્રભુ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર દિશિત પોબારુ યુથ રાજકોટ બિલ્ડર એસોસિયેશનના કન્વિનર છે સાથે સાથે તેઓ યંગ ઇન્ડિયન્સ રાજકોટ ચેપ્ટરના પ્રેસિડન્ટ પણ છે. પ્રભુ ગ્રૂપ છેલ્લા 36 વર્ષથી વિવિધ રેસિડેન્સિયલ, કમર્શિયલ રિટેલ અને હોસ્પિટલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. પ્રભુ ગ્રૂપે અત્યાર સુધીમાં 30થી વધુ પ્રોજેક્ટ સુફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. દિશિત પોબારુની યુવા આગેવાનીમાં પ્રભુ ગ્રૂપે સફળતાના નવા શિખરો સર કર્યા છે.

Awardee – Dhyan Bhayani, Partner-Enigma Developers

બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ અફોર્ડેબલ – સૌરાષ્ટ્ર

Project – Enigma Prime
Location – Bhavnagar
Awardee – Dhyan Bhayani, Partner-Enigma Developers

ધ્યાનભાઇ ભાયાણી છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે સક્રિય છે અને તેમણે અત્યાર સુધીમાં 10 પ્રોજેકટ સુપેરે પાર પાડ્યા છે. ધ્યાનભાઇ ક્રેડાઇ ભાવનગરની યુથ વિગના કન્વિનર છે. ધ્યાનભાઇ આગામી સમયમાં સેગમેન્ટેડ પ્રોજેકટ્સમાં એક્સપાન્સન કરવાની યોજના ધરાવે છે. તેઓ રેસિડેન્શિયલની સાથે સાથે કમર્શિયલ અને ગવર્નમેન્ટ પ્રોજેકટમાં કામ કરવાનો ઇરાદો ધરાવે છે.

Residensial Project-Affordable-Saurashtra કેટેગરીના વિજેતા પ્રોજેક્ટ એનિગ્મા પ્રાઇમ ભાવનગરના હિલ ડ્રાઇવ જેવા પ્રાઇમ લોકેશન પર આવેલો છે. આ પ્રોજેકટમાં ઉપયોગલમાં લેવામાં આવેલી ટાઇલ્સ, કલર કોમ્બિનેશન અને ટેક્સ્ચર એવરગ્રીન છે. ડેવલપર્સનો દાવો છે કે આજથી દસ વર્ષ પછી પણ તેમની આ ડિઝાઇન ટ્રેન્ડી લાગશે. એનિગ્મા પ્રાઇમમાં પર્યાવરણ જાળવણીની ખાસ તકેદારી રાખવામાં આવી છે. આ પ્રોજેકટની કોમન સુવિધાઓનો વીજ વપરાશ સોલાર એનર્જી દ્વારા પૂરો પાડવામાં આવશે.