November 21, 2024

Builder of Nation Award: બેસ્ટ કમર્શિયલ પ્રોજેક્ટ રાજકોટ અને સૌરાષ્ટ્રના વિજેતા કોણ?

Dhruvik Talaviya, Partner, Space Infra Venture LLP

રાજકોટઃ શહેરમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ ન્યૂઝ કેપિટલ દ્વારા ‘બિલ્ડર ઓફ ધ નેશન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છના બિલ્ડરોનું સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના હસ્તે તમામ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ એવોર્ડની ‘બેસ્ટ કમર્શિયલ પ્રોજેક્ટ’ની કેટેગરીમાં રાજકોટ શહેરમાંથી Space Infra Venture LLP અને સૌરાષ્ટ્રમાંથી Om Dev Infra વિજેતા બન્યા છે.

બેસ્ટ કમર્શિયલ પ્રોજેક્ટ – રાજકોટ

Project – Space Odyssey
Awardee: Dhruvik Talaviya, Partner, Space Infra Venture LLP

ધ્રુવિકભાઇ છેલ્લા 20 વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે સક્રિય છે. સ્પેસ ઇન્ફ્રાવેન્ચરના નેજા હેઠળ તેમણે બે પ્રોજેક્ટ હાથ ધરેલા છે. તેઓ રાજકોટ બિલ્ડર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર દેશ-વિદેશમાં વપરાતી લેટેસ્ટ ટ્રેક્નોલોજી રાજકોટમાં લાવીને રાજકોટમાં યુનિટ કન્સેપ્ટ સાથેના પ્રોજેક્ટ ડેવલપ કરવા તેમની નેમ છે.

Best Commercial Project-Rajkot કેટેગરીમાં જે પ્રોજેક્ટ સિલેક્ટ થયો છે, તે Space Odyssey પ્રોજેકટની ખાસિયત તે છે કે તેમાં ગુજરાતની સૌપ્રથમ હાઇએસ્ટ મલ્ટિલેવલ વર્ટિકલ ટાવર પાર્કિંગ સુવિધા છે. તેમાં 32 લેયર સુધી કાર પાર્ક થઈ શકે તેવી વર્ટિકલ પાર્કિંગ ફેસિલિટી છે. 22 માળનો આ પ્રોજેકટ રાજકોટના સૌથી વધુ ઉંચાઇ વાળા બેસ્ટ પ્રોજેક્ટ પૈકીનો એક છે.

બેસ્ટ કમર્શિયલ પ્રોજેક્ટ – સૌરાષ્ટ્ર

Winner – Project Centrum
Location – Surendranagar
Awardee: ઘનશ્યામભાઇ સવધરિયા, ડિરેક્ટર – ઓમ દેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

ઘનશ્યામભાઈ ઝાલાવાડ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પણ છે. તેઓ રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેલ્લા 25 વર્ષથી સક્રિય છે. તેમણે અત્યાર સુધીમાં 10 જેટલા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડ્યા છે. ઘનશ્યામભાઇ આગામી ટૂંક સમયમાં ધોલેરા સેઝ અને અમદાવાદમાં રિયલ એસ્ટેટ પ્રોજેકટ્સ ડેવલપ કરી રહ્યાં છે. ઘનશ્યામભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં રિયલ એસ્ટેટ પ્રોજેકટ થકી નવા ઇન્ડસ્ટ્રીઝને આકર્ષવાની નેમ ધરાવે છે.

Best Commercial Project-સૌરાષ્ટ્ર કેટેગરીમાં વિજેતા બનેલા સેન્ટ્રમ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો તે સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો કમર્શિયલ પ્રોજેક્ટ છે. આ પ્રોજેકટમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સુરેન્દ્રનગર જિલ્લાની હેડ ઓફિસ આવેલી છે અને અન્ય પણ રાષ્ટ્રીય સ્તરની મોટી રિટલ કંપનીઓએ તેમના આ પ્રોજેકટમાં રસ દાખવેલો છે. સુરેન્દ્રનગર જિલ્લાના આયકનિક કહી શકાય તેવા પ્રોજેકટની ડિઝાઇન એકદમ ડિફ્રન્ટ અને અપોલિંગ છે.