પ્લોટ વેચીને પૈસા કમાશે રાજકોટ મનપા, પ્રાઈમ લોકેશનના 9 પ્લોટ વેચશે
Rajkot News: રાજકોટ મનપા જમીન વેચવા કાઢવાની છે. જેમાં મનપાની માલિકીના કુલ નવ પ્લોટની કરાશે હરાજી કરવામાં આવશે. તંત્રની તિજોરીનો બોજો હળવો કરવા માટે મનપા જમીન વેચવા કાઢવાની છે.
રાજકોટ મનપા જમીન વેચવા કાઢશે
રાજકોટ મનપા થોડા જ સમયમાં જમીન વેચવા કાઢશે. જેમાં ટોટલ નવ પ્લોટની હરાજી કરાશે. અમીન માર્ગ, પાઠક સ્કૂલ પાસે, નાના મહુવા, ગંગોત્રી પાર્ક રોડ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ પાસે સહિતના પ્લોટો વેચવામાં આવશે. મહાનગરપાલિકાને પ્લોટ વેચીને 500 કરોડની કિંમતની આવક આવશે તેવી આશા રાખી રહ્યું છે. પ્લોટો વેચી તંત્રની તિજોરીનો બોજો હળવો કરવા માટે પ્રયત્ન કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: શંકરસિંહ વાઘેલા ‘ભાલો’ લઈને ઉતરશે મેદાનમાં, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને ચૂંટણી ચિન્હ ફાળવાયું