January 22, 2025

મોટાવડા વિદ્યાર્થી આપઘાત મામલે ત્રણેય આરોપી શિક્ષક સસ્પેન્ડ

રાજકોટઃ મોટાવડાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના આપઘાત મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરી છે. સ્યૂસાઇડ નોટમાં લખેલા ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યા છે.

લોધિકાના મોટાવડાની સરકારી શાળામાં આપઘાતનો બનાવ બન્યો હતો. ધોરણ 11ના વિદ્યાર્થીએ વીડિયો બનાવી આપઘાત કર્યો હતો. આચાર્ય સહિત 3 શિક્ષકો 17 દિવસથી ફરાર હતા. ઉલ્લેખનીય છે કે, ત્રણેયના આગોતરા જામીન રદ થયા હતા.

પોલીસે શિક્ષકોને પકડવા માટે ટિમ બનાવી
મોટાવડા હાઇસ્કૂલના આચાર્ય સચિન વ્યાસ, શિક્ષિકા મોસમી શાહ, વિભૂતિ જોશી ફરાર થઈ ગયા છે. પોલીસે ઘટના બાદ આચાર્ય અને શિક્ષિકાઓના નિવેદન લેવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે હવે રૂરલ પોલીસ પણ મેદાનમાં આવી ગઈ છે. શિક્ષકોને પકડવા માટે ટીમ બનાવવામાં આવી છે.

16 વર્ષીય ધ્રુવિલે આપઘાત પહેલાં સ્યૂસાઇડ નોટ લખી હતી અને આ સાથે જ બે વીડિયો પણ બનાવ્યા હતા. જેમાં તેણે આચાર્ય અને શિક્ષિકાઓએ ધમકી આપતા આપઘાત કર્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સમગ્ર મામલે આચાર્ય અને બે શિક્ષિકાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.