મોટાવડા વિદ્યાર્થી આપઘાત મામલો, ત્રણેય આરોપીઓ ફરાર

રાજકોટઃ લોધિકા તાલુકાના મોટાવડા ગામની હાઇસ્કૂલના વિદ્યાર્થીના આપઘાત મામલે ગઈકાલે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થીને મરવા માટે મજબૂર કરનારા આરોપી આચાર્ય અને બે શિક્ષિકાઓ હાલ ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
મોટાવડા હાઇસ્કૂલના આચાર્ય સચિન વ્યાસ, શિક્ષિકા મોસમી શાહ, વિભૂતિ જોશી ફરાર થઈ ગયા છે. પોલીસે ઘટના બાદ આચાર્ય અને શિક્ષિકાઓના નિવેદન લેવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે હવે રૂરલ પોલીસ પણ મેદાનમાં આવી ગઈ છે. શિક્ષકોને પકડવા માટે ટીમ બનાવવામાં આવી છે.
16 વર્ષીય ધ્રુવિલે આપઘાત પહેલાં સ્યૂસાઇડ નોટ લખી હતી અને આ સાથે જ બે વીડિયો પણ બનાવ્યા હતા. જેમાં તેણે આચાર્ય અને શિક્ષિકાઓએ ધમકી આપતા આપઘાત કર્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સમગ્ર મામલે આચાર્ય અને બે શિક્ષિકાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.