December 23, 2024

રાજકોટમાંથી ઝડપાયું દેશી દારુનું મેન્યુફેક્ચરિંગ યુનિટ, PCBની કાર્યવાહી

રાજકોટઃ માંડા વિસ્તારમાંથી દેશી દારૂનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ઝડપાયું છે. માંડા ડુંગર વિસ્તારના પીઠડ આઈ સોસાયટીમાં દેશી બનાવવાનું કારખાનું ધમધમતું હતું. ત્યારે પીસીબીએ દરોડા પાડીને દારૂના મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ કર્યો છે.

આ જગ્યાએ અલગ અલગ ફ્લેવરમાં દેશી દારૂના પાઉચ બનાવવામાં આવતા હતા. ઓરેન્જ અને વરીયાળી ફ્લેવરનો દેશી દારૂ બનાવવામાં આવતો હતો. PCBએ દરોડો પાડીને મહેશ કરમશી ડાભી નામના શખ્સની ધરપકડ કર હતી.

114 લીટર દારૂ, હેન્ડ ઓપરેટર સેલર પંચ સિલિંગ મશીન, પાઉચ બનાવવાના પ્લાસ્ટિકના રોલ ઝડપાયા છે. આ ઉપરાંત અલગ અલગ ફ્લેવરોની બોટલો સહિત કુલ 24,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.