February 25, 2025

રાજકોટમાં મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી, વેજની જગ્યાએ નોનવેજ બર્ગર મોકલતા ગ્રાહકની ધાર્મિક લાગણી દુભાઈ

રાજકોટઃ શહેરના રિલાયન્સ મેગા મોલમાં આવેલા મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં હિંદુ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાવવામાં આવી છે. એક વૈષ્ણવ પરિવારે વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો, ત્યારે નોનવેજ બર્ગર મોકલવામાં આવતા સમગ્ર મામલે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, ગત રવિવારે કેવલ વિરાણી નામના યુવકે પરિવાર માટે સ્વિગી ડિલવરી એપ મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. ત્યારે મેકડોનાલ્ડ્સે 4 વેજ અને 2 નોનવેજ બર્ગર મોકલી આપ્યા હતા. ભૂલમાં પરિવારના વ્યક્તિએ બર્ગર ખાધો તો ચિકનવાળો બર્ગર નીકળતા હિંદુ વ્યક્તિની લાગણી દુભાઈ હતી.

વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારને ધર્મભ્રષ્ટ થયાની લાગણી દુભાઈ છે. ત્યારે આ મામલે ભોગ બનનારા ગ્રાહક દ્વારા કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.