રાજકોટમાં ‘ખાડા બૂરો મદદ સદસ્યતા અભિયાન’ શરૂ, લોકોનો ઉગ્ર વિરોધ
ઋષિ દવે, રાજકોટઃ અહીંના સ્થાનિકોનું કહેવું છે કે, માત્ર એક ઇંચ વરસાદમાં જ વગડ ચોકડી ખાતે વરસાદી પાણી ગોઠણ સમા ભરાઈ જાય છે. તેમજ અહીંયા ખાડા એટલા છે કે રસ્તાઓ શોધવા પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઠેર ઠેર ખાડા રાજ થવાના કારણે અહીંના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીંયાથી ઔદ્યોગિક વિસ્તાર તરફ જવાનો રસ્તો છે. જેના કારણે પણ અહીંયા મસમોટા ખાડા પડ્યાં છે. મહાનગરપાલિકામાં અનેક વખત ફરિયાદ કરવા છતાં હજુ પણ કોઈ નિવેડો નથી આવ્યો.’
તેઓ વધુમાં કહે છે કે, ‘જ્યારે જ્યારે મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા માત્ર મોરમ નાંખીને સંતોષ માની લેવામાં આવે છે. અગાઉ જ્યારે વગડ ચોકડી વિસ્તાર જ્યારે જિલ્લા પંચાયતમાં આવતું હતું. ત્યારે અહીં સારા રોડ બનાવવામાં આવ્યા હતા. પરંતુ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયા બાદ અહીંયા કોઈપણ જાતની સુવિધા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આપવામાં નથી આવી. અગાઉ ખુદ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી કબૂલી ચૂક્યા છે કે, વગડ ચોકડી વિસ્તાર અમારા ધ્યાનમાં રહી ગયો છે. ત્યારે મહાનગરપાલિકાનું નિંદ્રાધીન તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે અહીંના લોકોની મુશ્કેલીઓ દૂર થાય છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.’