January 21, 2025

રાજકોટઃ પૂજા-પાઠ બાદ આર્થિક સ્થિતિ ન સુધરતા આરોપીએ ત્રણ મંદિર સળગાવ્યાં!

રાજકોટઃ શહેરની નજીક આવેલા જીયાણા ગામે ત્રણ મંદિરોમાં આગ લગાડી ભગવાનની મૂર્તિ-છબીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ અંગે પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો. ગામમાં આવેલા રામાપીરનું મંદિર, બંગલાવાળી મેલડી માતાજીનું મંદિર અને વાસંગી દાદાના મંદિરને નિશાન બનાવ્યા હતા.

પોલીસે આ મામલે તપાસ કરતા અરવિંદ સરવૈયા નામના વ્યક્તિને સકંજામાં લીધો હતો. આ વ્યક્તિ ગામનો પૂર્વ સરપંચ હતો. આરોપી અરવિંદ દ્વારા ખૂબ પૂજા પાઠ કર્યા પણ તેની સ્થિતિ ન સુધરતા કૃત્ય કર્યું હોવાનું રટણ પોલીસ સમક્ષ કર્યું હતું.

આ પણ વાંચોઃ ખેડૂતોએ ભેજ સૂકવવા ડાંગર પાથર્યું ને વરસાદ આવતા પાક બરબાદ થયો

એટલે તેણે ભગવાનથી નારાજ થઈ ત્રણ મંદિરોમાં આગ લગાડી હતી. આ બનાવને પગલે એરપોર્ટ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરી હતી. ત્યારબાદ આ મામલે ગુનો નોંધી સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે તપાસ કર્યાં બાદ આઇપીસી કલમ 295, 435 મુજબ ગુનો દાખલ કરી મંદિરમાં આગ લગાડી નુકસાન કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે.