જસદણમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનારા ઘનશ્યામ રાજપરાની હત્યા, 7 લોકોએ હુમલો કર્યો
રાજકોટઃ જસદણ પંથકમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનારા ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી છે. ગેરકાયદે બાંધકામ અંગે અરજી કરનારા ઘનશ્યામ પર જસદણ પંથકમાં હુમલો થયો હતો. 7 જેટલા લોકોએ કુહાડી, ધોકા સહિકતના ઘાતકી હથિયાર વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ઘાયલ ઘનશ્યામ રાજપરાને રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલમાં સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત થતા મામલો હત્યામાં પલટાયો છે. પરિજનો દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માગણી કરવામાં આવી છે.
મૃતકના પરિવારજનોએ હાલ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. છેલ્લા પાંચ વર્ષથી મારા પિતા ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ અરજીઓ કરે છે. અગાઉ પણ આ મામલે હુમલો કરવામાં આવ્યો હતો.
ઘશ્યામ રાજપરાના પરિવારજનો દ્વારા આજે વિછીયા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જ્યાં સુધી હત્યારા આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારશે નહીં. આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને સરઘસ કાઢવામાં આવે તેવી પરિવારજનોની માગ છે.