December 27, 2024

રાજકોટમાં 5 સ્ટાર હોટેલ સહિત 10ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રાજકોટઃ શહેરની 5 સ્ટાર હોટેલ સહિત 10 બોમ્બને ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે આ વાતની જાણ થતાં જ પોલીસ તંત્ર દોડતું થયું છે અને તમામ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી.

રાજકોટની ઇમ્પિરિયલ પેલેસ, સયાજી હોટેલ સહિતની હોટેલને એકસાથે ઉડાવી દેવાના મેઇલ મળ્યા છે. ક્રિક્રેટરો જ્યાં રોકાય છે તે હોટલનો પણ આ ધમકીમાં સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસને આ વાતની જાણ થતાં જ તાત્કાલિક તમામ જગ્યાએ ટીમ મોકલી દેવામાં આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ કોણે આ પ્રકારનો ધમકીભર્યો ઇ-મેઇલ કર્યો છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.