November 18, 2024

રાજકોટનું મેદાન બનશે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી, આર અશ્વિન તોડશે આ રેકોર્ડ

Ind vs Eng 3rd Test: ભારતીય ક્રિકેટ ટીમે લાંબા સમયના વિરામ બાદ ફરી પ્રેક્ટિસની શરૂઆત કરી છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટના મેદાન પર રમવામાં આવશે. 1-1ની બરાબરી પર રહેલ શ્રેણીમાં આ મેચ ઘણી ખાસ રહેશે. આ મેચ દરમિયાન ઘણા રેકોર્ડ બની શકે છે.

ઐતિહાસિક રેકોર્ડથી નજીક
આર અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી સફળ બોલરોમાંથી એક ગણવામાં આવે છે. ત્યારે આ વખતની ટેસ્ટમાં તે મોટા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આર અશ્વિને અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 97 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 183 ટેસ્ટ ઇનિંગ્સમાં 23.92ની એવરેજથી 499 વિકેટ ઝડપી છે. ખાસ વાત એ છે કે આ વખતની ટેસ્ટ મેચમાં તે રેકોર્ડ તોડીને એટલે કે 500 ટેસ્ટ વિકેટ પૂરી કરી શકે છે. હાલ તે માત્ર એક જ વિકેટ દૂર છે. તમને જણાવી દઈએ કે રાજકોટ ટેસ્ટમાં તેની 500મી ટેસ્ટ વિકેટ લેશે તો તે રેકોર્ડ તોડશે. જેમાં 500મી ટેસ્ટ વિકેટ લેશે તો તે ભારત માટે આવું કરનાર બીજો બોલર બની જશે.

આ ખેલાડીઓ સફળતા
આ પહેલા કુંબલેએ ભારત માટે 619 ટેસ્ટ વિકેટ લીધી છે. ત્યારે આ વખતે અશ્વિન પાસે ખાસ તક છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો મુથૈયા મુરલીધરન, અનિલ કુંબલે, શેન વોર્ન, ગ્લેન મેકગ્રા, નાથન લિયોન, કર્ટની વોલ્શ, જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટમાં આ ખેલાડીઓ સફળતા મેળવી શકયા છે.

વર્લ્ડ કપમાં ટોપ સ્કોરર
અંડર-19 વર્લ્ડ કપ 2024 દરમિયાન ભારતીય ટીમની સફર ખૂબ જ શાનદાર જોવા મળી હતી. પરંતુ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાને ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 79 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતને હારવાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ઉદય સહારને એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધીમાં કોઈ ભારતીય કેપ્ટનના નામે નથી. તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટમાં બેટ્સમેન તરીકે ઉદય સહારન ખૂબ જ સફળ રહ્યો હતો. તેણે 7 મેચમાં 56.71ની શાનદાર એવરેજથી 397 રન બનાવ્યા. આ મેચ દરમિયાન ઉદય સહારને એક સદી અને ત્રણ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. અંડર-19 વર્લ્ડ કપ 2024નો ઉદય સહારનટોપ સ્કોરર હતો. ખાસ અને મહત્વની વાત એ છે કે ભારતનો પહેલો કેપ્ટન છે જે આ ટૂર્નામેન્ટનો ટોપ સ્કોરર બન્યો છે.