News 360
Breaking News

ગોંડલમાં હાઇડ્રોજન ગેસ ભરેલા ફુગ્ગામાં આગ લાગતા અફરાતફરી

ગોંડલઃ શહેરમાં હાઈડ્રોજન ગેસ ભરેલા ફુગ્ગામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. હાઇડ્રોજન ગેસના બાટલામાંથી ફુગ્ગા ભરી વેચતા સમયે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે.

આગની ઘટનામાં ફુગ્ગાવાળાનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો છે. પરંતુ કોઈ જાનહાનિ ન સર્જાતા મોટી દુર્ઘટના ટળી છે. આગની ઘટના બાદ ફુગ્ગા વેચતા લોકો ઘટનાસ્થળેથી દૂર ભાગ્યા હતા. ઘટનાસ્થળેથી હાઇડ્રોજન ગેસના બાટલા લઈને ભાગ્યા હતા.

આગની ઘટના પગલે કોલેજ ચોકમાં ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આગ બાદ તંત્રએ જાહેરમાં ફુગ્ગા વેચતા લોકોને ત્યાંથી ભગાડી મૂક્યા હતા.