July 1, 2024

Rajkotના ગેમઝોનમાં નોકરી કરતા જીગ્નેશ ગઢવીનો DNA મેચ, પાંચ બહેનો વચ્ચે એકમાત્ર ભાઈનું મોત

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડના મૃતદેહના DNA મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. તેમાં વધુ એક મૃતક જીગ્નેશ ગઢવીનો ડીએનએ મેચ થઈ ગયો છે. હાલ તેમના પરિવારજનોને મૃતદહે સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, મૃતક જીગ્નેશ ગઢવીનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. જીગ્નેશ પણ ટીઆરપી ગેમઝોનના કર્મચારી હતા. 22 દિવસ પહેલાં જ તેઓ આ ગેમઝોનમાં નોકરીએ લાગ્યા હતા. પાંચ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હોવાથી પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે.

આ પણ વાંચોઃ રાજકોટ ગેમઝોનમાં નોકરી કરતા અનિલ સિદ્ધપુરાનો DNA મેચ, પરિવારજનોને મૃતદેહ સોંપાયો

અન્ય એક ગેમઝોનના કર્મચારીનો ડીએનએ મેચ થયો
અનિલ સિદ્ધપુરાનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. મૃતક ટીઆરપી ગેમઝોનમાં નોકરી કરતા હતા. સુનિલને સંતાનમાં 10 વર્ષની દીકરી છે. અન્ય બાળકોને બચાવવા જતા સુનિલ પોતે ટીઆરપી ગેમઝોનમાં આગની લપેટમાં આવી ગયા હતા. અનેક વ્યક્તિની જિંદગી બચાવવા જતા સુનિલ પોતે જ મોતને ભેટ્યા છે. તેમનું માથું અને પગ જ ઘરે પહોંચ્યા હતા. આ ઘટનાથી તેમના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. પરિવારજનોએ રડતી આંખે તેમને વિદાય આપી છે. એરપોર્ટથી રામનાથ પરા સ્મશાન લઈ જવામાં આવ્યા છે અને તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. મૃતકના પરિવારજનોએ આરોપીઓને જામીન ન મળે તેવી માગણી કરી છે.

આ પણ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડ મામલે 6 અધિકારીઓ સસ્પેન્ડ, SIT પૂછપરછ કરશે

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 27નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.