July 2, 2024

Rajkot અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સાડા 4 કલાકની દલીલ, 6 જૂને વધુ સુનાવણી

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી હતી. સાડા 4 કલાક ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી હતી. 3 જૂન સુધીમાં કોર્ટમાં સોગંદનામુ રજૂ કરવાનું જણાવ્યું છે અને આગામી 6 જૂને આ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

હાઇકોર્ટે ગુજરાતની ચાર મોટી મહાનગરપાલિકાના અધિકારીઓને કોર્ટમાં એફિડેવિડ રજૂ કરવા માટે સૂચના આપી છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને 1 જુલાઈ સુધીમાં સોગંદનામુ રજૂ કરવા માટે સૂચના આપી છે. તેમણે સોગંદનામામાં ટીઆરી ગેમઝોન સામે કેમ કોઈ પગલાં નથી લીધા તે મામલે પણ ખુલાસો માગ્યો છે. 1 જુલાઈ 2021થી રાજકોટના કમિશનર ક્રમશઃ ઉદિત અગ્રવાલ, અમિત અરોરા અને હાલ આનંદ પટેલ છે. અમદાવાદ, સુરત અને વડોદરાના કમિશનરે પણ ગેમઝોન અંગે કરેલી કામગીરી અંગે એફિડેવિડ રજૂ કરવા સૂચના આપી છે.

આ પણ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડ મામલે 6 અધિકારીઓ સસ્પેન્ડ, SIT પૂછપરછ કરશે

સરકારે 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા
રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દુર્ઘટના બાદ છ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકારે નાયબ કાર્યપાલક ઇજનેર એમઆર સુમા, આસિસ્ટન્ટ એન્જિનિયર જયદિપ ચૌધરી, PI વીઆર ચૌધરી, PI એનઆઇ રાઠોડ, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ ડી. જોશી અને અન્ય એક અધિકારીને સસ્પેન્ડ કર્યા છે.

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 27નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.