January 26, 2025

Rajkot Game Zone Tragedy મામલે 6 આરોપીઓ સામે ફરિયાદ

રિપોર્ટ – ઋષિ દવે, રાજકોટ

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડના જવાબદાર ગુનેગારો સામે આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુલ 6 આરોપીઓની સામે પોલીસ ગુનો નોંધવામાં આવ્યો છે.

TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા.

આ પણ વાંચોઃ Rajkot Game Zone Tragedy: કેમ લાગી આગ? જાણો મોટો ખુલાસો

TRP ગેમઝોનની જગ્યા ધવલ કોર્પોરેશન નામથી રજિસ્ટર કરવામાં આવી હતી. IPCની કલમ 304 અને 114 મુજબ ગુનો નોધવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ એસીપી વિનાયક પટેલ કરી રહ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આ આગમાં 28નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.

આ પણ વાંચોઃ Rajkot Game Zone Tragedyમાં 5 બાળકને બચાવનારા પ્રત્યક્ષદર્શીએ કહ્યું – પહેલા માળેથી…

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
પ્રત્યક્ષદર્શી જણાવે છે કે, ‘ગોંડલના અમે ત્રણ મિત્રો અહીં ગેમ રમવા માટે આવ્યા હતા. પહેલા માળે અમે લોકો બોલિંગ રમી રહ્યા હતા. ત્યારે નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી બૂમો પડી કે, આગ લાગી છે ભાગો. અમે આમ તેમ જોયું પણ એક્ઝિટ ગેટ ક્યાં હતો તે કોઈને ખબર નહોતી. ત્યારે અમે લોકો એન્ટ્રી તરફ ગયા પણ ત્યાં સુધી તો આગ ફેલાઈ ગઈ હતી. ત્યારે પહેલા માળેથી અમે સાહસ કરી કૂદકો માર્યો અને જીવ બચાવ્યો. ત્યાં ઘણા બાળકો પણ હાજર હતા. બાળકોને બચાવવા માટે ઉપરથી એક ભાઈ રેલિંગ પર ઉભા રહીને બાળકોના ઘા કરતા હતા અને નીચે અમે બાળકોને પકડતા હતા આમ અમે પાંચેક બાળકોને બચાવ્યા હતા.