July 3, 2024

Rajkot Game Zoneમાં ભરાવવામાં આવતા હતા ‘મોતનાં ફોર્મ’, જાણો શું લખતા હતા

રિપોર્ટ – ઋષિ દવે, રાજકોટ

Rajkot Game Zone Tragedy: રાજકોટ TRP ગેમઝોનના અગ્નિકાંડ અંગે મોટો ખુલાસો થયો છે. ગેમઝોનમાં લોકો પાસે ફોર્મ ભરાવવામાં આવતા હતા. ફોર્મમાં ઈજા કે મોત થાય તો સંચાલકો જવાબદાર ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. તમે કોઈપણ ગેમ રમતા હશો અને કોઈપણ ઘટના બને છે તો તેની જવાબદારી ગેમઝોનની રહેશે નહીં તેવું ફોર્મમાં લખવામાં આવતું હતું. પહેલેથી જ સ્વબચાવ માટે મોતનાં ફોર્મ ભરાવી લેવામાં આવતા હતા.

જવાબદારો સામે ફરિયાદ નોંધાઈ
રાજકોટ અગ્નિકાંડના જવાબદાર ગુનેગારો સામે આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુલ 6 આરોપીઓની સામે પોલીસ ગુનો નોંધવામાં આવ્યો છે. TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. TRP ગેમઝોનની જગ્યા ધવલ કોર્પોરેશન નામથી રજિસ્ટર કરવામાં આવી હતી. IPCની કલમ 304 અને 114 મુજબ ગુનો નોધવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ એસીપી વિનાયક પટેલ કરી રહ્યા છે. હાલ આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Rajkot Game Zone Tragedy: કેમ લાગી આગ? જાણો મોટો ખુલાસો

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આ આગમાં 32નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.