January 23, 2025

Rajkot અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 11 મૃતદેહ પરિવારને સોંપાયા

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડ મામલે કુલ 27 મૃતદેહમાંથી 11 મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. તો ઘણાં પરિવારો હજુ સુધી મૃતદેહ લેવા માટે પહોંચ્યા નથી. પોસ્ટમોર્ટમ રૂમમાં કુલ 27 મૃતદેહ હતા. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોને કોઈ સપોર્ટ મળી નથી રહ્યો તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. DNA ટેસ્ટ કર્યા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કોના કોના મૃતદેહ પરિવારજનોને સોંપાયા?

  1. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
  2. સ્મિત મનીષભાઈ વાળા
  3. સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા
  4. જીગ્નેશ કાળુભાઇ ગઢવી
  5. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ
  6. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા
  7. આશાબેન ચંદુભાઈ કાથડ
  8. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા
  9. નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા
  10. જયંત અનીલભાઈ ઘોરેચા
  11. હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર

અત્યાર સુધીમાં ત્રણ આરોપીની ધરપકડ
આ દુર્ઘટનામાં કુલ 7 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ગઈકાલે મુખ્ય આરોપી ધવલ ઠક્કરને બનાસકાંઠા એલસીબીએ આબુરોડથી ઝડપી પાડ્યો હતો.તો ભાગીદાર રાહુલ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી હતી. બે દિવસ પહેલાં માલિક યુવરાજસિંહ સોલંકી અને મેનેજર નીતિન જૈનની ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે ભાગીદાર રાહુલ રાઠોડને ઝડપી લેવામાં આવ્યો છે.

કોની કોની સામે ફરિયાદ નોંધવામાં આવી?
TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ, ધવલ ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. તેમાંથી હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 32નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.