July 2, 2024

Rajkot Tragedy: રાજકોટ અગ્નિકાંડ મામલે SITના વડા સુભાષ ત્રિવેદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યુ…

રાજકોટઃ શહેરમાં થયેલા ગેમઝોન અગ્નિકાંડ મામલે SITના વડા સુભાષ ત્રિવેદી રાજકોટ પહોંચ્યા હતા. ત્યારે તેમણે આ મામલે મોટું નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યુ છે કે, આ મામલે તટસ્થ તપાસ ચાલી રહી છે.

SITના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, ‘અગ્નિકાંડ મામલે તટસ્થ તપાસ ચાલી રહી છે. જે નિર્દોષ વ્યક્તિઓનાં મૃત્યુ થયા છે તે ખૂબ જ દુઃખદ છે. મૃતકોના પરિવારો સાથે અમારી સંવેદના છે. આ દુર્ઘટનાની તપાસમાં અલગ અલગ એજન્સીઓ સંકળાયેલી છે. આ તપાસ ખૂબ જ ઊંડાણથી કરવી પડે તેમ છે. દોષિત દંડાઈ અને નિર્દોષ ભોગ ન બને તે ખાસ જોવાનું છે. અત્યાર સુધીમાં ઘણાં બધા લોકોની તપાસ કરવામાં આવી છે.’

આ પણ વાંચોઃ ગુજરાતીઓ સાવધાન! છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, હવામાન વિભાગની મોટી આગાહી

તેઓ આગળ જણાવે છે કે, ‘ઘણાં બધા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. ફાયર વિભાગની કામગીરી કેવી છે તેની પણ તપાસ કરવામાં આવશે. મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગોની કામગીરી કેવી છે તેના વિશે પણ તપાસ કરવામાં આવશે. જીડીસીઆર અને રૂડાના નિયમોને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શું ભૂલો કરવામાં આવી છે તેની પણ તપાસ ચાલુ છે. આ મામલે હાલ તલસ્પર્શી, ન્યાયી અને નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે.’

આ પણ વાંચોઃ નવા ચૂંટાયેલા પાંચ MLAની શપથવિધિ, મોઢવાડિયા-ધર્મેન્દ્રસિંહે લીધા શપથ

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 27નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.