July 1, 2024

નશામાં ધૂત, ગેમઝોનના યમદૂત… 32 લોકોના હત્યારાઓની ઓફિસમાંથી મળી બિયરની બોટલો

Rajkot Game Zone: રાજકોટ અગ્નિકાંડને લઇને અત્યાર સુધીમાં 32 લોકોના મોત નીપજ્યા છે. ગેમ ઝોનમાં મોતને લઇને એક તરફ પરિવારજનો તેમને ઘરના સદસ્યોને ગુમવવા પર આક્રંદ કરી રહ્યા છે તો બીજી તરફ અગ્નિકાંડને લઇને મોટો ખુલાસો થયો છે. ગેમઝોનમાંથી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા છે. 32 લોકોના હત્યારાઓની ઓફિસમાંથી 8 બિયરની ટીન મળી આવી છે. જોકે, મીડિયા અહેવાલ બાદ પોલીસ જથ્થો સીલ કર્યો છે.

મળતી માહિતી અનુસાર એક તફર રાજકોટ અગ્નિકાંડને લઇને રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે હવે ગેમઝોનના માલિકની ઓફિસમાંથી બિયરના ટીન મળી આવ્યા છે. તો TRP ગેમ ઝોનની ઓફિસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ જોતા લાગી રહ્યું છે કે 32 લોકોના હત્યારાઓ અને ગેમઝોનના માલિકો દારૂની પાર્ટીઓ કરી રહ્યા હશે. મીડિયા અહેવાલ બાદ પોલીસે દારૂ અને બિયરનો જથ્થો સિલ કર્યો છે અને પ્રોહિબિશનનો ગુનો પણ નોંધવામાં આવશે. જોકે, હાલ પોલીસ જથ્થો સિલ કરી રવાના થઇ ગઇ છે.

આ પણ વાંચો: સગાઈના અઠવાડિયા બાદ જ અક્ષય-ખ્યાતિને TRP ગેમઝોનની આગ ભરખી ગઇ

વધુમાં મીડિયા દ્વારા પોલીસ અધિકારીને અગ્નિકાંડની સાથે દારૂ અને બિયરનો જથ્થો પકડાતા સવાલ કરવામાં આવ્યા હતા. જેને લઇને પોલીસ અધિકારી અકળાયા હતા. જે બાદ પોલીસ અધિકારી બિયરની બોટલો લઇને ચાલતી પકડી હતી. જોકે, આ દરમિયાન પોલીસ અધિકારીએ આ અંગે કોઇ નિવેદન આપ્યું ન હતું.