Gujaratમાં છેલ્લા 6 વર્ષમાં 13 મોટી દુર્ઘટના, જવાબદાર કોણ?
Rajkot Fire Tragedy: ગઈ કાલે દુર્ઘટના બની તે ક્યારે પણ ભૂલી નહીં શકાય. પરંતુ રાજ્યમાં આવો બનાવ પહેલી વાર બન્યો નથી. આ પહેલા પણ ઘણા આવા જ બનાવ બની ગયા છે. પરંતુ તંત્રની બેદરકારીના કારણે માસૂમ લોકો મોતને ભેટે છે. આ તમામ બનાવ બન્યા તેમાં એક વાત સમાન છે. જેમાં દર વખતે આવી ઘટના બને છે, બાદમાં સરકારના નેતાઓ પીડિત પરિવારને સાંત્વના આપે છે અને પછી સહાયની જાહેરાત કરે છે. ગુજરાતની ગોઝારી ઘટનાઓનું લિસ્ટ ઘણુ લાંબુ છે.
ગુજરાતની ગોઝારી ઘટનાઓનું લિસ્ટ લાંબુ
ગુજરાતમાં અત્યાર સુધીમાં ઘણા એવા બનાવો બની ગયા છે જે ક્યારે પણ નહીં ભૂલી શકાય. જે બનાવો બની ગયા છે તે પણ પીડિત પરિવારને તાજા થતા રહે છે. કારણ કે રાજ્યમાં સતત એવા બનાવમાં લોકો ભોગ બની રહ્યા છે. કોરોના ગયા પછી પણ લોકોના મોતનો આંકડો થંભી રહ્યો નથી. મહત્વની વાત એ છે કે આવા બનાવમાં સૌથી વધારે આગળ ગુજરાત જ કેમ હોય છે. આમ તો ગુજરાતના મોડલના વખાણ થતા હોય છે, પરંતુ આવી ગોઝારી ઘટનાઓમાં કેમ ગુજરાતનું આ મોડલ ખોખલું બની જાય છે. લોકોની ભૂલને કારણે આવા બનાવો બની રહ્યા છે તે કહેવું મુશ્કેલ છે, સ્થાનિક તંત્ર કે સરકાર? પરંતુ હાલ જે પરિવારના ઘરનું સભ્ય ગયું હોય તે જ આ સમજી શકે.
ગુજરાતમાં ગોઝારી ઘટનાઓ છેલ્લા 6 વર્ષમાં
25 મે, 2024 – રાજકોટનું TRP ગેમઝોનમાં આગ, 32 લોકોના મોત (આંકડો વધી શકે)
18 જાન્યુઆરી, 2024 – વડોદરા હરણી બોટકાંડ 14ના મોત થયા હતા.
15 એપ્રિલ, 2023 – બનાસકાંઠામાં બાળકોની હોસ્પિટલમાં આગ
30 સપ્ટેમ્બર, 2022 – મોરબી પુલ તુટી જવાની ગોઝારી ઘટના 135ના મોત થયા હતા.
27 નવેમ્બર, 2020 – રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ 5ના મોત થયા હતા.
6 ઓગસ્ટ, 2020 – અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ 8ના મોત થયા હતા.
10 ડિસેમ્બર, 2019 – વડોદરા વાઘોડિયા પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ 8ના મોત થયા હતા.
24 મે, 2019 – સુરતમાં તક્ષશીલા કોચિંગ કલાસમાં આગ 22ના મોત થયા હતા.
14 જુલાઈ, 2019 – કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ચકડોળ તુટ્યુ 2ના મોત થયા હતા.
15 ફેબ્રુઆરી, 2019 – અંકલેશ્વરના GIDC, ફાર્મા યુનિટમાં વિસ્ફોટ 3ના મોત થયા હતા.
29 નવેમ્બર, 2018 – વડોદરાની કોયલી ફેક્ટરીમાં આગ 3ના મોત થયા હતા.
12 ફેબ્રુઆરી, 2018 – નવસારીના વિજલપોર પાસે મકાનમાં આગ 2ના મોત થયા હતા.
2 જાન્યુઆરી, 2018 – વડોદરાના GIDC, ખાતર ફેક્ટટરીમાં આગ 4ના મોત થયા હતા.
આ પણ વાંચો: રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 24 મૃતદેહો મળ્યા
દુર્ઘટનાની જવાબદારી કોણ લેશે?
દર વખતે આવા બનાવો બની રહ્યા છે. જવાબદારી લેવાની વાત આવે ત્યારે હાથ ઉંચા કરી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં આટલા બનાવો બન્યા છતાં ‘જૈસે થે’. છેલ્લા પાંચ વર્ષથી આવા બનાવો બની રહ્યા છે. આરોપીઓને કોઈ મોટી સજા થતી નથી. જામીન પર છોડી દેવામાં આવે છે. કદાચ આ દુર્ઘટનામાં પણ એવું જ થઈ શકે છે. વારંવાર આવા બનાવ બની રહ્યા છે તેનું કારણ એ પણ છે કે આરોપીને કોઈ એવી સજા આપવામાં આવતી નથી કે જેના કારણે બીજી વાર રાજ્યમાં આવો બનાવ ના બને તેનું ધ્યાન રાખવામાં આવે. ચૂંટણી સમયે સરકાર તમામ બાબતનું ધ્યાન રાખે છે. પરંતુ અફસોસ આ માત્ર ચૂંટણી સુધી ધ્યાન રાખવામાં આવે છે. જો આગળ પણ ધ્યાન રાખવામાં આવતું હોય તો ગુજરાતમાં ફરી એક વાર આવો બનાવ બનત નહીં.
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ અંગે @NewsCapitalGJ પર મોટો ખુલાસો…#TRP #Fire #Gamezone #RajkotGameZone #SRT #Police #Rajkot #Gujarat #BreakingNews #NewsCapitalGujarat #JaneCheGujarat #Gujarat pic.twitter.com/bBk2sPLKDw
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) May 26, 2024
શું સાંત્વનાથી આવો બનાવ ફરી નહીં બને?
રાજકોટ TRP ગેમઝોનમાં ગઈ કાલે બનેલા અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા છે. હજૂ પણ મૃતદેહ મળી રહ્યા છે. જેના કારણે આ આંકડો વધી શકે છે. મહત્વની વાત CM ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે દુર્ઘટના સ્થળની સીએમએ મુલાકાત લીધી હતી. બચાવ કામગીરીની તમામ વિગતો મેળવી હતી. હવે જોવાનું રહ્યું કે હવે ફરી આવા બનાવો અટકશે કે નહીં? અને શું પીડિત પરિવારને ન્યાય મળશે કે નહીં.