January 4, 2025

Rajkot અગ્નિકાંડ: HCએ કહ્યું અધિકારીઓની નજર હેઠળ ગેમ ઝોન ચાલતું હતું

જયેશ ચૌહાણ, અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ચાડા ચાર કલાક સુનાવણી ચાલી હતી. 3 જૂન પહેલા એફિડેવિટ ફાઈલ કરાશે, વધુ કાર્યવાહી 6 જૂને કરવામાં આવશે. આ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે પોલીસ અને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓની નજર હેઠળ ગેમ ઝોન ચાલતું હતું. ગેમ ઝોન 2021માં બન્યું અને 3 વર્ષ બાદ મંજૂરી માંગવામાં આવી હતી. ફાયર NOC સહિતની બાબતો નહોતી. મંજૂરીઓ વિના કોર્પોરેશનની નાક નીચે ગેમ ઝોન ચાલી રહ્યું હતું. 3 વર્ષ સુધી જરૂરી મંજૂરીઓ વિના ગેમ ઝોન ચાલી રહ્યું હતું. આવા ગેમ ઝોન લોકલ પોલીસ સ્ટેશનની મંજૂરી વિના કેવી રીતે ચાલી શકે એ સવાલ છે.

બાંહેધરી અપાઈ
રાજકોટની ઘટના આંખો ખોલનારી છે. માસૂમ બાળકોના મોત બાદ તંત્રની આંખો ખુલી છે. રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે SIT નું ગઠન કર્યું છે. વચગાળાનો રિપોર્ટ આજે અથવા આવતીકાલે મળશે એવી બાંહેધરી અપાઈ છે. રાજ્યના નિર્દોષ લોકોના જીવ અગ્નિકાંડમાં ન જવા જોવા જોઈએ. ફાયર સફ્ટીના નીયમોના ઉલ્લંઘનથી આવી ઘટનાઓ બની રહી છે. આવી માનવસર્જિત ઘટનાઓથી પરિવારો પોતાના સભ્યો ગુમાવી રહ્યા છે એ ક્યારે અટકશે જેનો જવાબ મળવો જોઈએ.

અમે એક તક આપવા માગીએ છીએ
પક્ષકારોને બિલ્ડિંગ અને ટેમ્પરરી સ્ટ્રકચર ફાયર સેફ્ટી માટે સખ્ત જરૂરી પગલાંઓ લેવા નિર્દેશ કરવાનું કહેવામાં આવ્યું. આ સાથે કમિશનર સહિત કોર્પોરેશનનાં અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ. રાજ્ય સરકાર SITનો રિપોર્ટ એફીડેવીટ રૂપે કોર્ટમા રજૂ કરશે. નાનાં બાળકોના મોતના ભોગે આવા ગેમ ઝોન ચાલી શકે નહિ. કોર્ટે કહ્યું કે 2021 બાદ બનેલી આવી તમામ ઘટનાઓમાં મનપા કમિશનર જવાબદાર છે એવું અમે માનીએ છીએ પણ આ તબક્કે અમે કોઈ ઓર્ડર આપવા માંગતા નથી. કોર્ટના આદેશો ન માનવા પર સસ્પેન્ડ કરી શકીએ છીએ પણ અમે એક તક આપવા માગીએ છીએ.

આ પણ વાંચો: અમને તંત્ર-રાજ્ય સરકાર પર ભરોસો નથી, અધિકારીઓ ત્યાં જઈને શું કરતા હતા?: હાઇકોર્ટ

લીસ્ટ આપવા આદેશ 
રાજકોટ મનપા કમિશનર અને જવાબદાર અધિકારીઓને વર્ષ 2021 બાદથી અત્યાર સુધીમાં શું પગલાંઓ લીધા તેનો જવાબ રજૂ કરવા આદેશ આપીએ છીએ. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ કમિશનરને સોગંદનામુ કરવા આદેશ આપવામાં આવ્યા છે. ચીફ ફાયર ઓફિસરને પણ સોગંદનામુ રજૂ કરવા આદેશ.કોર્ટે કહ્યું કે ફાયર સેફ્ટી એક્સઝિટ, સાધનો, ટેક્સ સહીતની વિગતો રજૂ કરો. ફાયર સેફ્ટી અને ગેમ ઝોન મુદ્દે એક્શન ટેકન રિપોર્ટ અને ફયૂચર પ્લાનિંગ માટે રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનરને પણ ખુલાસો કરવા આદેશ કર્યો છે. મનપા કમિશનરોને પોતાના ક્ષેત્રમાં આવતા ગેમ ઝોનનું લીસ્ટ આપવા આદેશ કરવામાં આવ્યો છે.