November 8, 2024

રાજકોટના ડો. હિમાંશુ ઠક્કરને ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન, જટિલ સર્જરી બદલ સન્માન

રાજકોટઃ શહેરના પ્રખ્યાત ENT સર્જન ડો. હિમાંશુ ઠક્કરને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ગીર સોમનાથ પંથકના 10 વર્ષના બાળકની જટિલ સર્જરી કરી હતી. તે બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.

બાળક 3 વર્ષનો હતો ત્યારે પ્લાસ્ટિકની સિસોટી ગળી ગયો હતો. ત્યારે છેલ્લા 7 વર્ષથી સિસોટી પેટમાં જ હતી. બાળકને સતત 7 વર્ષથી શરદી-તાવ અને ઉધરસની તકલીફ રહેતી હતી. ત્યારબાદ સીટી સ્કેન કર્યા બાદ ખ્યાલ આવ્યો કે બાળકની શ્વાસનળીમાં વર્ષોથી સિસોટી ફસાયેલી છે.

ત્યારબાદ બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જેમાં જટિલ સર્જરી માટે જાણીતા ENT સર્જન ડો. હિમાંશુ ઠક્કરે સિસોટી બહાર કાઢી આપી હતી. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સની ટીમે આ રેર ઓફ ધ રેસ કેસ ગણી ડો. હિમાંશુ ઠક્કરની સિદ્ધિને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે.